નિટની પરીક્ષામાં અન્યાય મામલે કાલે મોરબી કોંગ્રેસ આવેદનપત્ર પાઠવશે

મોરબી:નિટની પરીક્ષામાં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને થયેલા અન્યાય મામલે આવતીકાલે મોરબી શહેર-જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બ્રિજેશભાઈ મેરજાના જણાવ્યા મુજબ 2017માં લેવાયેલ નિટની પરીક્ષામાં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને અન્યાય થવા મુદ્દે મોરબી જિલ્લા કલેકટરને સવારે 11 કલાકે આવેદનપત્ર પાઠવવામાં આવશે.
આ તકે મોરબી શહેર કોંગ્રેસ,જિલ્લા કોંગ્રેસ,જિલ્લા પંચાયત પ્રમુખ સોનલબેન જકાસણીયા,શહેરમાહિલા કોંગ્રેસના ક્રિષ્નાબેન પટેલ,એનએસયુઆઈ પ્રમુખ દેવેન્દ્રસિંહ સહિતના હોદેદારો અને કોંગ્રેસના કાર્યકરો હાજર રહેશે.