અણીયારી ટોલનાકા પાસે છકડોરીક્ષા અને કાર વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત

મોરબી:માળીયા હળવદ નેશનલ હાઈવે પર અણીયારી ટોલનાકા પાસે બંસી પેટ્રોલપંપ સામે છકડોરીક્ષા અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક મહિલાનું મોત નીપજ્યું હતું અને પાંચ મહીલાઓ ઈજાગ્રસ્ત થઈ હોવા નુ જાણવા મળે છે

જાણવા મળતી વિગતો મુજબ માળીયા હળવદ હાઇવે ઉપર અણિયારી ટોલનાકા નજીક આજે જીજે 36 બી 1821 ના કાર ચાલકે ગફલત ભરી રીતે પોતાની કાર ચલાવી આગળ જતી છકડો રીક્ષા સાથે અથડવતા રિક્ષામાં બેઠેલ શોભણાબેન દિનેશભાઇ નામની મહિલાનું મોત નીપજ્યું હતું.
ઘટના અંગે માળીયા પોલીસે ગુન્હો નોંધ્યો છે અને વધુ તપાસ પીએસઆઈ જે.ડી.ઝાલા ચલાવી રહ્યા છે.