મોરબી : લોકમેળામાં હૈયે હૈયું દળાઇ એટલી જનમેદની ઉમટી પડી : જુઓ રાત્રીના મેળાની તસ્વીરો

મોરબી : સાતમ આઠમના તહેવારોમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં લોકમેળાનું અનેરું મહત્વ છે. ત્યારે મોરબીવાસીઓએ પણ આજે આઠમના દિવસે મોરબીનો એક માત્ર જાહેર લોક મેળો એવા યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા આયોજિત ક્રિષ્ના ઉત્સવ મેળામાં ઉમટી પડ્યા હતા. મેળામાં જાણે જન સૈલાબ આવ્યો હોય તેવા નજરા જોવા મળ્યા હતા..જ્યાં નજર કરો ત્યાં લોકો જ દેખાતા હતા. માટે મેળાઓને લોકમેળો કહેવાતો હશે..ત્યારે રાત્રીના ક્રિષ્ના ઉત્સવ મેળાની ઝલક મોજીલા મોરબીવાસીઓ મોજની તસ્વીરો અહીં પ્રસ્તુત છે.