મોરબી : ત્રણ મકાનમાં ચોરી : તસ્કરો દોઢ લાખની માલમત્તા લઇ ગયા

મોરબી : મોરબીના નવલખીરોડ પર યમુનાનગરમાં ત્રણ બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો રૂપિયા 1.15 લાખ રોકડા અને સોના-ચાંદીના દાગીના સહિત દોઢ લાખ ચોરી જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી ના નવલખીરોડ પર આવેલ યમુનાનગર સોસાયટીમાં તસ્કરોએ બંધ મકાનોને નિશાન બનાવ્યા હતા અને રણધીરભાઈ અમુભાઈ ડાંગરના મકાનના નકુકજ તોડી પલંગમાં રાખેલા રોકડા રૂપિયા 95 હજાર તથા સોના ચાંદીના દાગીનાનો 5000નો ભંગાર,જયેશભાઇના મકાનમાંથી 10 હજાર રોકડા અને 15 હજારના દાગીના તેમજ મહેશભાઇના મકાનમાંથી રોકડ અને 15 હજારના દાગીના મળી તસ્કરો કુલ દોઢ લાખની માલમતા ઉઠાવી ગયા હતા.
ઘટના અંગે બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધ્યો છે અને વધુ તપાસ પીએસઆઇ મજગુલ કરી રહ્યા છે.