ભચાઉની હોટલમાં ઝડપાયેલા જુગારધામમાં મોરબી, ટંકારા અને હળવદના જુગારી પણ ઝડપાયા

મોરબી : ગાંધીનગરના સ્ટેટ મોનિટરીંગ સેલએભચાઉની અતિથિ હોટેલમાં ચાલતી જુગાર ક્લબ પર દરોડો પાડી85 આરોપીની 11.47 લાખની રોકડ સહિત 75.28 લાખના મુદ્દામાલ સાથે અટકાયત કરી છે. આ હોટેલ ભચાઉ શહેર ભાજપ પ્રમુખ નરેશ જટાશંકર જોશીનીમાલિકીની છે. જો કે. ચોપડા પર નરેશે આ હોટેલ મનોહરસિંહ ઊર્ફે મુન્નભાઈ જાડેજા, રોહિતસિંહ હરૂભા ઝાલા અને મોરબીના પ્રિયદર્શન પી.ઠાકરને ચલાવવા આપી હોવાનું દર્શાવાયું છે.અને આ દરોડામાં મોરબી હળવદ અને ટંકારાના અનેક મોટામાથા પોલીસની ઝપટે ચડી ગયા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપીઓએ હોટેલમાં જીમખાનાના ઓઠા હેઠળ વાંસની ઝુંપડીઓમાં જુગાર ક્લબ શરૂ કરી હતી. જેમાં બાવન પત્તાથી જુગાર રમાડાતો હતો. પોલીસે પાડેલાં દરોડામાં અમદાવાદ, રાજસ્થાન, રાધનપુર, મોરબી, હળવદ, માળીયા, સુરેન્દ્રનગર, ગોંડલ, ભચાઉ, ગાંધીધામ, અંજાર વગેરે વિવિધ શહેરો-વિસ્તારના ખેલીઓ ઝડપાયાં છે. દરોડા દરમિયાન નરેશ જોશી સહિત તમામ ચારેય સૂત્રધારોની અટકાયત કરાઈ હતી. દરોડા દરમિયાન જશવંત પટેલ નામનો એક આરોપી નાસવા જતાં ઈજાગ્રસ્ત થયો હતો. જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોઈ તેની સત્તાવાર અટકાયત કરાઈ નથી. ભચાઉ પોલીસ મથકના સતાવાર સૂત્રોના જણાવ્યા મુજબ આ દરોડાની કાર્યવાહીમાં (1)હકુભા રાણાજી સોઢા, રાપર (2) ભારમલ ગણેશા મારાજ, સામખિયાળી (3) અશ્વિનભાઈ દિનેશભાઈ દવે, સામખિયાળી (4) ધૃવરાજસિંહ વનરાજસિંહ જાડેજા, દરબારગઢ, ભચાઉ (5) ભરતસિંહ મદારસિંહ પરમાર, મોરબી (6) દયારામ વશરામભાઈ મઢવી, સામખિયાળી (7) વિપુલ જગદીશભાઈ ધોરીયા, મોરબી (8) રમેશ પ્રેમજી પટેલ, મોરબી (9) ધર્મન્દ્રભાઈ ગાંડુભાઈ કનોજીયા (પટેલ), મોરબી (10) જીતેન્દ્ર પ્રતાપ ગણાત્રા, રીંગરોડ, રાજકોટ (11) ભગવાનભાઈ રણમલભાઈ ગઢવી, રાપર (12) નવીન ભવાન પટેલ, ગાંધીધામ (13) રોહિતસિંહ હરૂભા રાણા, સુભાષનગર, ગાંધીધામ (14) નવીન જયંતીભાઈ ઠક્કર, ગાંધીધામ (15) ઘનશ્યામ દયારામ દલવાડી, હળવદ, જિલ્લો મોરબી (16) લલિત પ્રભુભાઈ પટેલ, હળવદ (17) ભરત મેરાભાઈઆહીર, મેઘપર, અંજાર (18) રામાભાઈ ભગવાનભાઈ પટેલ, મોરબી (19) કિશોરભાઈ વાલજીભાઈ કોળી (વવાણિયા), માળીયા, મોરબી (20) મનોહરસિંહ ઊર્ફે મુન્નો વિક્રમસિંહ જાડેજા, લલિયાણા, ભચાઉ (21) ચેતનભાઈ કરસનભાઈ રબારી, હળવદ (22) રતનસિંહ દલાભાઈ રાજપૂત, અંતરજાળ, અંજાર (23) નિશાંત પ્રિયદર્શન ઠાકર, રવાપર, મોરબી (24) રાજેશ દિલીપસિંહ વાઘેલા, ગોંડલ, રાજકોટ (25) મનુભા ઉમેદસિંહ રાઠોડ, વરસાણા, અંજાર (26) રામસિંહ મનોહરસિંહ ચૌહાણ, રાજસ્થાન(27) અર્જુન હિતેશભાઈ ચૌહાણ, રાજસ્થાન (28) જીવરાજભાઈ કાનજીભાઈ નાંગિયા, રતનપર, વઢવાણ, સુરેન્દ્રનગર (29) બળવંતભાઈ રમેશભાઈ ગોહિલ, ધોળીધજા ડેમ, સુરેન્દ્રનગર (30) શિવાભાઈ માધવજીભાઈ પટેલ, અમદાવાદ (31) કનુભાઈ રામચંદજી ખટીક, રાજસ્થાન (32) બંસીલાલ વિરમદાસ વૈષ્ણવ,ગાંધીધામ (33) ખોડીદાસ લાલજી ચંદ્રેસાણી, મોરબી (34) રૂડાભાઈ અરજણભાઈ ઠાકોર, ભારતનગર, ગાંધીધામ (35) દેવાભાઈ મેઘાભાઈ બાડા, સામખિયાળી (36) પ્રાણજીવન ભવાનભાઈ પટેલ, માળીયા (37) ભગવાનભાઈ રૂપેશભાઈ પટેલ, ડુંગરપુર, રાજસ્થાન (38) સંજયભાઈ ગુણવંતભાઈ ભાટીયા, અમરેલી (39) દેવીલાલ કચરાજી પટેલ, રાજસ્થાન (40) કિશોરભાઈ માધવજી પટેલ, અમદાવાદ (41) મહાવીરસિંહ મહિપતસિંહ વાઘેલા, અંજાર (42) ભરતસિંહ હેતુભા જાડેજા, ભચાઉ (43) ભુપેન્દ્રસિંહ જશુભા જાડેજા, ભચાઉ (44) પ્રભુદાન ખોડીદાન ગઢવી, રાપર (45) નરોત્તમ મોહન પટેલ, મોરબી (46) અરજણ સુંદરજી પટેલ, ટંકારા, મોરબી (47) કૌશિકભાઈ હરજીવનભાઈ પટેલ, રવાપર, મોરબી (48) મેઘરાજ પુંજાજી પટેલ, રાજસ્થાન (49) ભગવાનભાઈ હરજીભાઈ કલાલ, અમદાવાદ (50) પ્રતીકભાઈ ભગુભાઈ ગાલા, સામખિયાળી (51) જયેશ પ્રાગજીભાઈ ગામવટ, સામખિયાળી (52) હિરેન ચંદુભાઈ પટેલ, ગાડા, મોરબી (53) ભરતભાઈ તળશીભાઈ ઠાકોર, રાધનપુર (54) રાજુભાઈ અમરશીભાઈ પટેલ, હળવદ (55) કરસન ભચુ સોની, ભચાઉ (56) રાજેશભાઈ જયંતીભાઈ વાઘેલા, ગોંડલ (57) અવિનાશ લક્ષ્મણભાઈ પટેલ, રવાપર, મોરબી (58) મનીષભાઈ નવીનભાઈ ઠક્કર, શિવમંદિર પાસે, ભચાઉ (59) નીલેશભાઈ અરજણભાઈ કારીયા, ભચાઉ (60) નરોત્તમ અમરશીભાઈ મારાજ, સામખિયાળી (61) હરજીવન ડાહ્યાભાઈ પટેલ, રવાપર, મોરબી (62) દિલીપભાઈ વશરામભાઈ દલિત, ભવાનીપર, ભચાઉ (63) પ્રદીપભાઈ અમૃતભાઈ ભીલ, હારીજ (64) તાજીકભાઈ અસરજીત પાટીદાર, રાજસ્થાન (65) ભગવતીલાલ બાલાજી કલાલ, રાજસ્થાન (66) નાનુભાઈ મંગલજી કલાલ, રાજસ્થાન (67) પન્નાલાલ માવજી સાલ્વી, રાજસ્થાન (68) નરેન્દ્રસિંહ નારાણયજી સોલંકી, સામખિયાળી (69) પ્રશાંત નરેન્દ્રભાઈમિસ્ત્રી, વાસણા, અમદાવાદ (70) મેહુલ નરેન્દ્રભાઈ મિસ્ત્રી, વાસણા, અમદાવાદ (71) ચેતન લલિત આડેસરા, સુરેન્દ્રનગર (72) દશરથભાઈ ભરતભાઈ વહાણેસા, સામખિયાળી( 73) રમેશ લીલાધર કાનાબાર, મોરબી (74) દિનેશ દેવનાથ નાથ, રાજસ્થાન (75) શંકરલાલ મહાદેવજી કલાલ, રાજસ્થાન (76) ખોડીદાસ વશરામભાઈ મકવાણા, હળવદ (77) પ્રેમાભાઈ બાબુલાલ ઠાકોર, ઉત્તર પ્રદેશ (78) ભીખાલાલ છગનલાલ ઠક્કર, અમદાવાદ (79) પ્રિયદર્શન પૂર્ણાશંકર ઠાકર, મોરબી (80) મોહમ્મદ હુસેન ઈમામુદ્દીન કુરેશી, અમદાવાદ (81) સુરેશ બાબુલાલ પટેલ, મોરબી (82) યુવરાજસિંહ બાબુભા ઝાલા, અંજાર (83) કરસનભાઈ દાનાભાઈ કોલી, વીજપાસર, ભચાઉ (84) નરેશ જટાશંકર જોશી, સરસ્વતી સોસાયટી, ભચાઉ (85) જશવંત કાનજી પટેલ, હળવદ

દરોડા દરમિયાન ઝડપાયેલાં આરોપીઓ પાસેથી 85આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂપિયા 11 લાખ 47 હજાર 685, 83 નંગ મોબાઈલ ફોનઃ- 83 નંગ (કિંમત રૂપિયા 4 લાખ 35 હજાર 500) વાહનોમાં બે બાઈક અને 9 કાર મળી રૂપિયા 59 લાખ 30 હજાર સહિત 75લાખ 28 હજારનો કુલ મુદ્દામાલ જપ્ત કરાયો છે.