ટંકારામાં જિલ્લા કક્ષાના સ્વાતંત્રય પર્વની આન બાન અને શાન સાથે ઉજવણી

ટંકારા : આજે 15મી ઓગષ્ટની મોરબી જિલ્લામાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોરબી  જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી ટંકારા ખાતે ઓરપેટ વિધાલયમાં કરાઈ હતી. જેમાં મુખ્ય મહેમાન તરીકે સંસદીય સચિવ બાબુભાઈ પટેલએ હાજર રહીને રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. ઉપરાંત મોરબી જીલ્લા કલેકટર આઈ.કે પટેલ,ડીએસપી જયપાલસિંહ રાઠોડ, ડીડીઓ ખટાણા,સાંસદ મોહન કુંડારિયા, જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મોટી સંખ્યામાં ટંકારાના લોકો જોડાયા હતા. ત્રિરંગાને સલામી બાદ ટંકારા ખાતે વિધાર્થીઓએ અલગ-અલગ સ્લોટ રજુ કર્યા હતા તેમજ સુંદર મજાના સાંસ્કૃતિક ક્રાયક્રમો રજુ કાર્ય હતા. આ સાથે  ટંકારામાં આવેલ પૂરમાં પ્રસસ્નીય કામગીરી કરનાર અને અનેક લોકોના જીવ બચાવનારા ટંકારાના બિપીનભાઈ પ્રજાપતિ સહિતના સેવાભાવી લોકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.