મોરબી-વાંકાનેર શોભાયાત્રામાં જલારામ મંડળ દ્વારા ફરાળ વિતરણને જબરો પ્રતિસાદ

મોરબી-વાંકાનેર શોભાયાત્રામાં જલારામ મંડળના ફરાળ વિતરણને જબરો પ્રતિસાદ

મોરબી : આજરોજ મોરબી તથા વાંકાનેરમાં શોભાયાત્રા દરમિયાન જલારામ સેવા મંડળ મોરબી દ્વારા ફરાળ વિતરણ કરવામાં આવ્યું હતું જેને જબરો પ્રતિસાદ સાંપડ્યો હતો.
શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ શ્રી ગીરીશભાઈ ઘેલાણીની આગેવાનીમાં મોરબી જિલ્લા વિહિપ અધ્યક્ષ દિગુભા ઝાલા,શહેર અધ્યક્ષ ચંદ્રવદનભાઇ પુજારા,શહેર મંત્રી નિર્મિત કક્કડ,જલારામ સેવા મંડળના વિપુલ પંડિત,રાજુભાઇ ગિરનારી,વિશાલ ગણાત્રા,હિતેહ જાની,નરેન્દ્ર રાચ્છ,કાજલ ચંડીભમર,જીતુ કોટક,રાજુ પુજારા,હીરાલાલ દસાડીયા, સહિતના આગેવાનો જોડાયા હતા.
આ તકે કાલિકા પ્લોટ યુવા સંગઠન દ્વારા જલારામ મંદિરના અગ્રણીઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું જેમાં રાજુભાઇ ડાંગર,જગદીશભાઈ સહિતના લોકો જોડાયા હતા. તેમજ છેલ્લા 21 વર્ષ થી શોભાયાત્રામાં પાણીની સેવા આપતા શશીભાઈ ભાટિયાનું સન્માન કરવામાં આવ્યું હતું.