મોરબી જિલ્લામાં ત્રિરંગાને સલામી આપ્યા બાદ લોકો કૃષ્ણજન્મોત્સવમાં લીન

ઠેર ઠેર આન બાન શાન સાથે ધ્વજવંદન કરાયા બાદ મોરબીવાસીઓ કાનઘેલા બની ઠેર ઠેર મટકી ફોડના કાર્યક્રમો યોજાયા

મોરબી : જન્માષ્ટમી અને સ્વતંત્રતાપર્વ 15 ઓગષ્ટ એક સાથે આવતા લોકો દેશભક્તિ અને કૃષ્ણભક્તિમાં એકાકાર બની બંને પર્વની ઉજવણીમાં મગ્ન બન્યા છે.
15મી ઓગષ્ટની ઉજવણીને લઇ મોરબીમાં દેશભક્તિનો માહોલ ઉભો થયો છે. જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી ટંકારા ખાતે કરાઈ હતી. ઉપરાંત જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત, નગરપાલિકા,પોલિસપરેડ ગ્રાઉન્ડ તેમજ જુદી-જુદી શાળા કોલેજોમાં પણ ધ્વજ વંદન અને અન્ય દેશભક્તિના કાર્યક્રમોનું આયોજન થયું હતું.
કૃષ્ણ જન્માષ્ટમી અને 15 મી ઓગષ્ટ સ્વતંત્રતાપર્વ નો અનોખો યોગ સર્જાયો છે ત્યારે આજે સવારે પ્રથમ નગર દરવાજા ચોકમાં ધ્વજવંદન કરાયા બાદ વિહિપ દ્વારા વિશાળ શોભાયાત્રાનું આયોજન કરાયું છે જેમાં અનેક વાહનોમાં ફ્લોટ્સ સાથે પરંપરાગત વસ્ત્રો સાથે લોકો જોડાયા છે. જેમાં અવનવા કરતબો પણ રજૂ કરાઈ રહ્યા છે. આ વિશાળ શોભાયાત્રામાં કાલિકાપ્લોટ સહિતના વિસ્તારોમાંથી નીકળેલી શોભાયાત્રા જોડાઈ જશે. જન્માષ્ટમીપર્વને અનુલક્ષીને મોરબી શહેરમાં ઠેર-ઠેર ધજા પતાકા લગાવાયા છે અને દરેક વિસ્તારોમાં નાના મોટા ફ્લોટ્સ પણ ઉભા કરી લોકો શ્રીકૃષ્ણના જન્મને વધાવવામાં મગ્ન બન્યા છે.
બીજી તરફ 15મી ઓગષ્ટની ઉજવણીને લઇ મોરબીમાં દેશભક્તિનો માહોલ ઉભો થયો છે.જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી ટંકારા ખાતે થનાર છે ઉપરાંત જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત,નગરપાલિકા,પોલિસપરેડ ગ્રાઉન્ડ તેમજ જુદી-જુદી શાળા કોલેજોમાં પણ ધ્વજ વંદન અને અન્ય દેશભક્તિના કાર્યક્રમોનું આયોજન થયું છે.
કૃષ્ણભક્તિ અને રાષ્ટ્રભક્તિના અનેરા સંયોગ સાથે મોરબી જિલ્લામાં લોકોએ ત્રિરંગાને આન બાન શાન સાથે સલામી આપ્યા બાદ મોરબીવાસીઓ કૃષ્ણભક્તિમાં તલ્લીન બન્યા છે.