માળિયા તાલુકાનો સ્વતંત્ર પર્વ મોટાભેલા ખાતે યોજાયો

માળીયા મિયાણા : માળિયા તાલુકાનો સ્વતંત્ર દિવસ અને મટકી ફોડ કાર્યક્રમ મોટાભેલા માધ્યમિક શાળાએ યોજાયો હતો જેમા માધ્યમિક શાળાના બાળકોએ વિવિધ કાર્યક્રમો આપી સૌવ કાઇને મંત્ર મુગ્ધ કરવા મજબૂર કર્યા હતા

મળતી માહિતી મુજબ માધ્યમિક શાળાના વિદ્યાર્થી તથા પ્રાથમિક શાળાના ભુલકાઓ અને ભુતપૂર્વ વિધાર્થીઓએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો જેમાં નિબંધ દેશભક્તિ ગીતો યગ કસરતના દાવ સાથે મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ નાયબ ડીડીઓ ગોવાણી સાહેબના અધ્યક્ષ સ્થાને યોજાયેલ જેમા માળિયા મામલતદાર એમએમ સોલંકીએ રાષ્ટ્ર ધ્વજ ને સલામી આપી કાર્યક્રમની શરૂઆત કરી હતી હાલ તાજેતરમાં માળિયામાં આવેલા પુરમાં રાત દિવસ ન જોઇને સેવા કાર્યમાં જોડાયેલા અંજીયાસરના તથા માળિયાના તરવૈયા તથા હોળીઓથી પુરમાં માનવ જિંદગી બચાવનાર યુવાનોને સન્માનપત્ર આપી સન્માનિત કર્યા હતા સાથે માળિયા તાલુકાના વિકાસ માટે મોટાભેલા સરપંચને પાંચ લાખનો ચેક અર્પણ કરાયો હતો સાથે આ કાર્યક્રમમાં ભાગ લેનાર વિધાર્થીઓએને સન્માનિત કરાયા હતા જેમા મુખ્ય મહેમાન તરીકે માળિયા ટીડીઓ એસએ ચાવડા માળિયા તાલુકા પંચાયત પ્રમુખ વિડજા હાજર રહ્યા હતા તથા તાલુકા મહાનુભાવો તાલુકા પંચાયત અધ્યક્ષ સદસ્ય રમેશભાઇ ધનસુખભાઇ તથા માધ્યમિક શાળાના મંત્રી છગનભાઇ સરડવા અને શિક્ષકો સાથે ગામલોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા.