લાલપર ગામે કૃષ્ણભકિત સાથે રાષ્ટ્રભક્તિનો પરિચય

મોરબી : છેલ્લા 100 વર્ષ થી મોરબીના લાલપર ગામે ગોકુળ આઠમ ના દિવસે કુષ્ણ જન્મ ઉત્સવ ઉજવવા ની પંરપરા જાળવી રાખી હતી. નાના મોટા વડીલો બાળકો સહિત સોે ગામજનો ઉત્સાહ ભેર સવારે 8:00 વાગ્યા થી શોભાયાત્રા મા ભાગ લીધો હતો. અને બપોરે 12:00 વાગે રામજીમંદિર ચોક મા અને ગરબી ચોક મા મટકી ફોડ નો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો.મટકી ફોડમા બાલકુ્ષણ ના રુપ મા બાળક ને તૈયાર કરી ને તેમજ વાસુદેવ ના રુપ મા વડીલ માથે ટોપલી મા લાલા ને બેસાડી ને ગામલોકો ને દર્શન નો લાભ લીધો હતો.

લાલપર ની ધણા વર્ષો ની પરપરા મુજબ સાતમ ના દિવસે સાંજે 4:00 વાગ્યા થી રાસ ની રમઝટ બોલાવવા મા અાવી હતી. જેમાં સમગ્ર ગામ ઉલ્લાસ ભેર ગરબા રમ્યું હતું. તેમેજ આ વર્ષે જન્માષ્ટમીની સાથે સ્વતંત્ર પર્વ 15મી ઓગસ્ટની પણ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મટકી ફોડ પેહલા ધ્વજવંદન સાથે રાષ્ટ્રગાનમાં ગ્રામજનો જોડાતા કૃષ્ણભક્તિ સાથે રાષ્ટ્રભક્તિનો અનેરો માહોલ સર્જાયો હતો.