હડમતિયામાં જન્માષ્ટમી તેમજ સ્વતંત્રતા પર્વની રંગેચંગે ઉજવણી

- text


હડમતીયા : ટંકારાના હડમમતિયામાં ગ્રામજનોની શુભ શરુઆત દેશની આન ગણાતા ત્રિરંગાને સલામી આપી ૧૫ અોગષ્ટ અેટલે ૭૧ માં સ્વતંત્રતા પર્વની ઉજવણીની શરુઆત દિપ પ્રાગટીય કરી રાષ્ટ્રીયગાન ” જણ ગણ મન અધિનાયક જય હૈ…” ના ગાનથી તેમજ દેશ માટે શહિદ થઈ ગયેલ શહિદોને ” શ્રદ્ધાસુમન” અર્પણ કરીને બે મિનિટ મૌન પળીને સ્વતંત્રતાપર્વની ઉજવણી કરવામાં આવી સાથે વિધાર્થીઆેને પ્રોત્સાહિત રુપે ૧ થી ૩ નંબર આવતા દાતાઅોશ્રીના હસ્તે વિધાર્થીઅોને “શિલ્ડ તેમજ ઈનામ” આપી સન્માનિત કરવામાં આવ્યા. સાથે “નુતન ભારત સંકલ્પ” દ્વારા ગરીબી,આંતકવાદ, ભ્રષ્ટાચાર, જાતીવાદ,કોમવાદ મુકત ભારતના સંકલ્પ સપથ લેવામાં આવ્યા.

- text

આ પ્રસંગે ગામના સરપંચશ્રી, ઉપસરપંચશ્રી,જીલ્લાપંચાયત સદસ્યશ્રી, ટંકારા તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રી, માજી સરપંચો,સદસ્યોશ્રીઅો, પ્રાથમિક તેમજ ઉચ્ચ માધ્યમિક શાળાના વિધાર્થીઆે, આચાર્યશ્રીઅો, શિક્ષકગણ, વાલીગણ, ગ્રામજનો હાજર રહ્યા હતા…
ત્યાર બાદ હડમતિયામાં ભગવાન રણછોડની રથયાત્રાની સાથે ભારતમાતાની તસ્વીર સાથે રથયાત્રા કાઢીને ” નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી….” ના નાદથી ગામની મુખ્ય બજાર ગુંજી ઉઠી હતી. અને મુખ્ય ચોકમાં મટકીફોડનો કાર્યક્રમ રાખવામાં આવેલ ત્યાં પણ આપણો રાષ્ટ્રધ્વજ ઉંચી કાઠી પર શાનથી ફરકતો જોવા મળ્યો હતો. રાસગરબાની રમઝટ બોલાવતા હડમતિયા ગામ જાણે શ્રીક્રૃષ્ણમય અને દેશભકિતમય બની ગયું હતું.

- text