સિરામિક ઉદ્યોગને રાહત આપતી સરકાર : નેચરલ ગેસમાં 6 ટકા ટેક્સ લેવાશે

મોરબી:જીએસટીને પગલે સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસનો ટેક્સ સ્લેબ જાહેર ન કરવામાં આવતા અત્યાર સુધી મળતા વેટ રિફંડનો પ્રશ્ન સર્જાયો હતો પરંતુ આજે સરકારે નેચરલ ગેસને 6 ટકાના દાયરામાં લઈ લેતા ઉધોગકારોને મોટી રાહત મળી છે.

સીરામીક એસોસિએશન પ્રમુખ કે.જી.કુંડારિયા અને નિલેશભાઈ જેતપરિયાના જણાવ્યાં મુજબ નેચરલ ગેસમાં ૬% ટેકસ લેવાનો નિણઁય આજે લેવાય ગયો છે.અત્યારે ૨-૩ માસ ૧૫% ટેક્સ રખાશે અને ૯% આઈટીસી આપશે. ત્યાર બાદ સીધો ૬% ટેક્સ કરવામાં આવશે.

વધુમાં જીએસટી મા ગેસ નો સમાવેશ ના થતા નેચરલ ગેસ મા વેટ નું ૯% રીફંડ મળશે તેવી રાજ્ય સરકારની જાહેરાત તેના બદલ સિરામિક એસોસિએશન દ્વારા નાયબ મુખ્ય મંત્રી નિતીનભાઇ પટેલ તેમજ જયંતીભાઇ કવાડીયા , કાન્તીભાઇ અમૃતીયા તેમજ મોહનભાઇ કુંડરિયાનો આભાર માનવામાં આવ્યો છે.