મોરબીમાં ફટાકડા ફોડી જીતનો જશ્ન મનાવતી કોંગ્રેસ

- text


રાજ્યસભામાં હાઇવોલ્ટેજ ડ્રામા બાદ અહેમદ પટેલ જીતતા કોંગીજનો ગેલમાં

મોરબી:રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અહેમદભાઈ પટેલનો મોભાદાર વિજય થતા આજે મોરબીમાં કોંગ્રેસ દ્વારા જોરદાર વિજ્યોત્સવ મનાવાયો હતો.
રાજ્યસભાની ચુંટણીમાં હાઈવોલ્ટેજ ડ્રામા બાદ અંતે મોડી રાત્રે અહેમદભાઈ પટેલ રાજ્ય સભાની ચુંટણીમાં પુનઃ વિજય થતા આ જીતની ખુશીમાં આજે મોરબી જીલ્લા અને શહેર કોંગ્રેસ દ્વારા નહેરુગેટ ચોક ખાતે અબીલ-ગુલાલ ઉડાડીને ઢોલ નગારા સાથે જીતની ઉજવણી કરી હતી. જેમાં મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ બ્રિજેશ મેરજા, શહેર કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ કાવર, જીલ્લા કોંગ્રેસ અગ્રણી ઘનશ્યામભાઈ જાકાસણીયા સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહીને જીતને વધાવી હતી.
આ તકે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે ભાજપના અનેક કાવાદાવા છતા કોંગ્રેસને હરાવા માટેની તેમની કારી ફાવી નથી જેણે જિંદગી કોંગ્રેસને સમપીર્ત કરી દીધી છે એવા જિંદાદિલ નેતા અહેમદ પટેલનો વિજય એટલે કોંગ્રેસના લાખો કાર્યકરોની લોક લાગણીનો વિજય થયો છે.

- text