મજૂરોના શોષણ અંગે સીરામીક એસોસિયેશનની સ્પષ્ટતા : સીરામીક ઉદ્યોગમાં પૂરતો પગાર અને અન્ય સુવિધા અપાય જ છે

મોરબી : મોરબી સીરામીક ફેકટરીમાં કારીગરોને શોષણ મામલે નનામાં પત્ર બાદ સીરામીક એસોસિએશને સ્પષ્ટતા કરી છે. આ અંગે પ્રમુખ નિલેશ જેતપરીયાએ જણાવ્યું હતું કે મોરબીના સીરામીક ઉદ્યોગ દ્વારા મજૂરોનું શોષણ કરવાની વાત અયોગ્ય છે. તેમેને આ મુદ્દે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે

મોરબી નો સિરામીક ઉધોગ સરકારી નિયમ થી વધુ જ વેતન આપે છે અને ઓવરટાઇમ મુજબ જ વેતન ચૂકવે છે અને દાત. ડ્રાઇવર નો પગાર રાજકોટમા ૮૦૦૦ હોય તો તે મોરબી મા ૧૨૦૦૦ છે . કોમ્પયુટર ઓપરેટર અમદાવાદ કે રાજકોટ મા ૯૦૦૦ મા મળે છે જ્યારે અહીં ૧૫૦૦૦ થી લઇ ને ૨૫૦૦૦ સુધી મળે છે અને સારું કામ કરે તો તે જ ફેકટરી વારા તેમને ભાગીદાર પણ કરી અને એક ઉધોગકાર થાય તે માટે નું પણ પ્લેટફોર્મ આપે છે જે આખા વિશ્વ મા પ્રખ્યાત છે .
જયારે રજાના મુદ્દે તેઓએ જણાવ્યું હતું કે સિરામીક ઉધોગ ૨૪ કલાક કન્ટીન્યુ ઉત્પાદન પદ્ધતિ હોવાથી પ્રોડક્સનમા રજા એકા બીજા કારીગરો સાથે મેનેજ કરીને જ રાખવામા આવે છે અને ઓફીસ ની અંદર તો વારાફરતી રજા હોય જ છે . રહી વાત ઓવરટાઇમ તો આ ઉધોગ એકમા જ ઓવરટાઇમ તો મળે જ છે પરંતુ સાથોસાથ કામદારોને અનુકુળતા એ રજા પણ મળે છે .
દરેક ઉધોગકાર કર્મચારીની દરેક પરીસ્થતીમા સાથે જ હોય છે અને નાના મોટા દરેક અકસ્માતમા ઇનસ્યુરન્સ હોવા છતાં ઇનસ્યુરન્સના પૈસા સિવાય તેેમનો પગાર તેમજ દવાનો ખર્ચ પણ ઉધોગકારો ચુકવે છે અને સ્ટરલીંગ જેવી હોસ્પિટલમાં સારવાર પણ આપે છે અને ફરી સાજો થાય ત્યાં સુધી પગાર પણ આપે છે અને તેને પાછો નાનામોટા કામે રાખી લે છે . આ ઉપરાંત ઉદ્યોગકારો સરકાર ને પણ હોસ્પીટલ નું ઇનસ્યુરન્સ ચુકવે છે જેની સારવાર ત્યાં હોસ્પ્ટલ મા સરકારે કરવાની હોય છે તેમ છતા આ બધો ખર્ચ ઉધોગકારો ભોગવે છે .
જયારે રોકડમાં પગાર ચૂકવવા બાબતે તેઓએ સ્પષ્ટતા કરી હતી કે સિરામીક ઉધોગમા વધુ પડતા કોન્ટ્રાક્ટ સિસ્ટમ હોઇ છે અને વધારે પગાર માટે કારીગરો માટે સહેલું પડે તેથી કારીગર જ કોન્ટ્રાક પધ્ધતિમાં જોડાય છે બાકી દરેક ફેકટરી એક્ટ ના નિયમ મુજબ બધુ જ ચુકવણુ કરવામાં આવે છે .
તેઓ મજૂરોને મારવાના આક્ષેપો અંગે કહે છે કે આજ સુધી મોરબીમા કર્મચારી સાથે ક્યારેય કોઇ ફેકટરીમા અપશબ્દ બોલવા કે માર મારવાના કિસ્સા ક્યારેય સામે આવ્યા નથી ઉલ્ટાનુ અહીના ઉધોગકારો ખુદ કારીગરો સાથે ધરેલું વહેવાર જેવા કે નાસ્તા પાણી તેમજ સાથે બેસી ને જમતા પણ હોય છે જ્યારે મોરબી બહાર તેમનો માણસ માલીક સાથે બેસી પણ ના શકે ત્યારે આ ઉધોગકારો તો ક્યારેય તેમના સ્ટાફ ને કે કારીગર ને તેમના પગારદાર સમજતા જ નથી તે તો તેમના પરીવારના લોકો જ સમજે છે .
અંતમાં સીરામીક એસોશિયેશન દ્વારા ફરિયાદ કરનાર અનામી કામદારને જણાવાયું છે કે મોરબીના દિલાવર ઉધોગકારો દરેક રીતે એક સિરામીક ઉધોગ મા કામ કરતા કારીગરો કે સ્ટાફ ને તેના પરીવાર ની રીતે જ સાચવે છે બની શકે તમારે તમારી માનસીકતા કે જોવાની વિચારધારા બદલવી પડે અથવા તો તમે જયા કામ કરો છો તે ફેકટરી બદલાવી પડે કારણકે મોરબી ના ઉધોગકારો જો નેપાળ પુર સહાય કરે , પાંજરાપોળ નો તમામ ખર્ચ ઉપાડતા હોય તેમજ અથવા તો સમગ્ર ગુજરાતના દર્દીનો કે ગૌશાળા મા પણ જરૂરીયાતમંદ ને નાણાકીય સહાય કરતા હોય , ટંકારા .. કચ્છ . ગોંડલ .. જેતપર વગેરે સ્થળે કુદરતી આફત મા સૌ પ્રથમ તન મન અને ધન થી ઉભા રહેતા હોય ત્યાં પોતાના કામદારોના શોષણની આ વાત નો પ્રશ્ન જ ના આવે માટે આ ઉધોગને બદનામ કરવાનું બંધ કરો અને તેમ છતાં કોઈ પણ મજૂરને કાંઇ પણ તકલીફ હોય તો કંપની ના નામ સાથે એશોસીએસન ઓફીસ પર રૂબરૂ માં ફરિયાદ કરવા કામદારોને મોરબી સિરામીક પરીવાર વતી એસોશિયેશન દ્વારા અપીલ કરવાં આવી છે