મોરબીના પીપળી નજીક ગરાસિયા યુવાનની હત્યાના બનાવમાં આરોપીની ધરપકડ

મોરબી : પીપળી નજીક મનીષ કાંટા પાસે સામાન્ય બાબતમાં ગરાસિયા યુવાની હત્યાના બનાવમાં પોલીસે હત્યારાને ઝડપી લીધો છે.
પીપળી પાસે આવેલ મનીષકાંટા નજીક રણજિતસિંહ મંગળુભા ઝાલા ઉ.40ની સનાયા બાબતમાં મોરબીના સંદીપ ઉર્ફે લાલો રમણિકભાઈ રજપૂતએ હત્યા કરી નાખી હતી. આ ઘટના અંગે તાલુકા પોલીસ મથકમાં સંદીપ ઉર્ફે લાલા રજપૂત વિરુદ્ધ હત્યાનો ગુન્હો દાખલ નોંધાયા બાદ વધુ તપાસ પીએસઆઈ એન.બી. ડાભી ચલાવી રહ્યા છે. જેમાં આરોપી સંદીપને પોલીસ જડપી લઇ ને હત્યામાં ઉપયોગ થયેલ ધોકા પણ કબજે કરી લીધો છે અને રિમાન્ડ માગ સાથે કોર્ટમાં રજુ કરવા તજવીજ હાથ ધરી છે.