મોરબીની કોલેજમાં એનડીઆરએફના જવાનો સાથે રક્ષાબંધનની ઉજવણી

મોરબીમાં શનાળા રોડ પાર આવેલી ઓમવીવીઆઇએમ કૉલેજમાં આજે રક્ષાબંધનની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આજ સવારે એનડીઆરએફ જવાનોએ કોલેજના વિદ્યાર્થીઓને આપત્તિના સમયમાં કેવી રીતે બચવું તેનું ડેમોસ્ટ્રેશન કરી એ વિશેની સંપૂર્ણ માહિતી આપી હતી. ત્યાર બાદ ડે.કલેકટર દમયંતીબેન અને કોલેજની વિદ્યાર્થીનીઓએ કમાન્ડર મોહનલાલ સહિતના એનડીઆરએફના જવાનોને રાખડી બાંધી હતી. અને એનડીઆરએફના જવાનોએ પણ મોરબીની રક્ષા કરવાનું વચન આપી રક્ષાબંધનની ઉજવણી કરી હતી.