મોરબીમાં રહેણાંક મકાનમાંથી દારૂ ના જથ્થા સાથે એક ઝડપાયો

- text


મોરબી : વિશિપરા વિસ્તાર માંથી રાત્રી ના સમયે બી ડિવિઝન પોલીસે રેડ કરી 447 નંગ વિદેશી દારૂ તેમજાર 120 નંગ બિયર ના ચપલા સહિત એકટીવા મળી કુલ ૧,૭૧,૦૦૦/- ના મુદ્દામાલ સાથે એક ને પકડી પાડ્યો

મળતી વિગત અનુસાર મોરબી બી ડિવિઝન પોલીસ ના પીએસઆઈ ઓ. બી. મજગુલ, મહાવીરસિંહ પરમાર,ભગવનજીભાઈ ,ચેતનભાઈ અજીતસિંહ ભૂપતસિંહ સહિત ના સ્ટાફે બાતમી ના આધારે વિશિપરમાં આવેલી શાંતિવન સોસાયટી ભરવાડવાસ માં રહેતા કમલેશ મંડાણભાઈ રબારીના ઘર માંથી 447 નંગ વિદેશી દારૂ તેમજ 120 નંગ બિયર નો જથ્થા અને એક્ટિવા નમ્બર જીજે ૩૬ ઇ ૩૨૪૫ સહિત ૧,૭૧,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ધરપક કરી હતી જ્યારે બીજો આરોપી અજય ઉર્ફે અજળો મુન્નાભાઈ જેરિયા ઉ.વ.૨૩ રહે.રણછોડનગર મોરબી વાળા ને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને પકડાયેલ આરોપી નો આકા કોણ છે ?માલ ક્યાંથી આવ્યો વગેરે તપાસ શરૂ કરી છે

- text

- text