ઘર છોડી ભાગેલી યુવતીનું પરિવાર સાથે મિલન કરાવતી બેલા ગામની મહિલાઓ

માતાએ ઠપકો આપતા વરસતા વરસાદમાં ઘર છોડ્યું : બેલા ગામની મહિલાઓએ 181 અભયમની મદદ લઈ પરિવાર સાથે મેળવી

મોરબી : મોરબી તાલુકાના બેલા ગામની જાગૃત મહિલાઓને કારણે ગઈકાલે ઘર છોડી ભાગી રહેલી એક યુવતી સહી સલામત પુનઃ પોતાના ઘેર પહોંચી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.

જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે બેલા ગામની મહિલાઓ રિક્ષા જતી હતી ત્યારે એક 16થી17 વર્ષની યુવતી તેમને મળી હતી અને માનસિક અપસેટ હોય મહિલાઓએ તેની કથની પૂછતા તેણીને ઘરકામ બાબતે માતાએ ઠપકો આપતા ઘર છોડીને નીકળી હોવાનું જણાવતા મહિલાઓએ તુરત જ 181 અભયમને કોલ કરી સમગ્ર હકીકત જણાવતા અભ્યંમ પળનો પણ વિલંબ કર્યા વગર બેલા પહોંચી હતી.

દરમિયાન અભયમના શિલ્પાબેન,બાળ સુરક્ષા વિભાગના રંજનબેન મકવાણા અને તાલુકા પોલીસ મથકના જમાદાર બેલીમભાઈએ સમગ્ર પરિસ્થિતિ સાંભળી લઇ યુવતીની પૂછપરછ કરી સમજાવટ કરી હતી.
જેને પગલે યુવતીએ પોતાના પરિવારજનો બેલાથી આગળ કારખાનામાં કામ કરતા હોવાનું જણાવતા પોલીસ સાહિતનો કાફલો ત્યાં ગયો હતો અને યુવતીના ભાઈ તથા માટે સાથે સુખદ મિલન કરવી યુવતી સાથે કઈ અજુગતું બને તે પહેલા જ હેમખેમ ઉગારી હતી.

પોલીસ અને અભયમ સ્ટાફે બેલા ગામની જાગૃત મહિલાઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.