મોરબીના યુવા ઉદ્યોગપતિઓને સફળતાનો મંત્ર આપવા યોજાયો સેમિનાર

- text


મોરબી સિરામિક ઉદ્યોગને નમ્બર 1 બનાવવાની નેમ

મોરબી : સીરામીક એસો. તરફથી સ્કાય મોલમાં ORAGANISAL TRANSFORMATION ઉપર બિઝનસ સેમીનીરનું આયોજન કરવામા આવ્યું હતું. આ સેમીનારનો ઉદેશ મોરબીના યુવા ઉધોગપતિઓને સફળતાનો મંત્ર આપવાની સાથે સિરામિક ઉદ્યોગને નંબર 1 બનાવવાનો હતો.
આ સેમિનાર અંગે સિરામિક એસો.ના પ્રમુખ કે.જી.કુંડારિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે એસો. દ્વારા આયોજિત આ સેમિનારમાં વક્તા તરીકે MIND POWERમાથી સુરતથી અસ્લમ ચારનીયા આવ્યા હતા. તેઓએ સુદર રીતે આ વિષયને ન્યાય આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ સેમિનારમાં ફક્ત ૧૦૦ કંપનીના ૨૦૦ ઉદ્યોગપતિઓને ઓનલાઈન વહેલા તો પહેલાના ધોરણે બોલાલવામાં આવ્યા હતા. જેમાં ૬ કંપનીઓએ ૧૦ લાખની ફી સાથે સ્પોટ રજીસ્ટ્રેશન કરાવ્યુ હતું. આ કંપનીઓના લીડર, પેટા લીડર અને મેનેજરને ૧૮ માસની વિસ્તૃત ટ્રેનીગ આપવામાં આવશે.
આમ મોરબી સીરેમીક એસો. તેના યુવાન ઉદ્યોગપતિઓને જગતના નવા નવા બિઝનેશ મંત્રથી સજ્જ કરી રહ્યું છે. જેથી મોરબી સીરેમીક ઉદ્યોગને વિશ્વમાં પ્રથમ નંબર ઉપર પ્રસ્થાપિત કરી શકાય.

- text

- text