મોરબી સિરામિક ફેક્ટરીઓમાં બિલ વગર માલ ન વેચાય તે માટે એન્ટ્રી સિસ્ટંમ અમલી : વિજિલન્સ ટીમ બનાવી ચેકિંગ

મોરબી: બિલ વગર ટાઇલ્સનું વેચાણ રોકવા સિરામિક એસોશિએશન દ્વારા એન્ટ્રી સિસ્ટિમ ચાલુ કરી વિજિલન્સ ટીમ દ્વારા ચેકિંગ શરુ કરાયું છે.

સિરામિક એસોસિએશન દ્વારા સેમ્પલ બોક્સ પણ બિલ વગર નો જાય તે માટે આજથી જ સ્પેશિયલ વીજીયલન્સ સિક્યુરિટીની ટિમ દ્વારા ચેકીંગ ચાલુ કરી દીધેલ છે. તો જે મેમ્બરોને બિલ એન્ટ્રી માટે રજીસ્ટ્રેશન બાકી હોય તે http://www.morbicera.com/register.php આ લિંક પર જઈ પોતાનું રજીસ્ટેશન કરાવી લેવું બે દિવસમાં બધાને આઈડી પાસવર્ડ આપી દેવામાં આવશે અને સોમવાર થી એન્ટ્રી કરવાનું ચાલુ થઈ જશે અને જે કંપની આ સોફ્ટ્વેરમાં એન્ટ્રી કર્યા વીના ગાડી મોકલશે તો તે માન્ય ગણાશે નહીં. તો જે મેમ્બરોને રજીસ્ટ્રેશન કરવાનું બાકી હોઈ તે બે દિવસમાં રજીસ્ટ્રેશન કરાવી લેવા વિનંતી એસો.પ્રમુખ કે.જી.કુંડારીયા,નિલેશ જેતપરીયા,પ્રફુલભાઇ દેત્રોજાની યાદીમાં જણાવાયું છે.