મોરબી : ૨૨ અને ૨૩ જુલાઈએ સમગ્ર જિલ્લો ફરીથી પાણી.. પાણી.. થઈ શકે તેવા એંધાણ

- text


મોરબી : ચોમાસાની બીજી ઈનિંગમાં ત્રણ-ચાર દિવસથી મેઘરાજા બેસુમાર વરસી ગયા ત્યારે ચોમેર પાણી – પાણી થઈ ગયું છે. જેનાં લીધે ટંકારા સહિત મોરબી જિલ્લાનાં અનેક વિસ્તારોમાં કેટલીક જગ્યાએ તો ભયજનક સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ છે. અત્યારે આ વરસાદી સિસ્ટમ્સ વિખેરાઈ રહી છે પરંતુ વધુ એક સિસ્ટમ્સ ઝડપથી સૌરાષ્ટ્રમાં આવી રહી છે જેની અસરથી ફરી મોરબી જિલ્લામાં ધોધમાર વરસાદ આવે તેવી સંભાવના ઉભી થઈ છે.

- text

મોરબી અપડેટને પ્રાપ્ત વિગત મુજબ હાલની વરસાદી સિસ્ટમ્સ વિખેરાઈ ગઈ છે પણ તેની અસર હજુ એક સપ્તાહ રહેશે. છૂટાછવાયા સ્થળોએ ઝાપટાઓ ચાલુ જ રહેશે. આ દરમિયાન બંગાળના ઉપમહાસાગરમાં ઓરીસ્સા નજીક એક હવાનુ હળવુ દબાણ સર્જાયુ છે જે ૭.૬ કિ.મી.ની ઉંચાઈ પર છે. જે વેલમાર્ક લો પ્રેસરમાં પરિવર્તિત થશે. જે તા. ૨૨-૨૩ જુલાઈ આસપાસ અહીં આવી પહોંચશે. હાલ આ સિસ્ટમ્સ દક્ષિણ તરફ મૂવ કરી રહી છે. જો આ સિસ્ટમ્સ સક્રિય રહી ગુજરાતમાં પ્રવેશ કરશે તો ફરી મેઘરાજાનો નવો રાઉન્ડ આવશે. આ સિસ્ટમ્સની અસરથી મોરબી જિલ્લો ફરી પાણી.. પાણી.. થાય તેવી પૂરેપૂરી સંભાવના છે.

- text