મોરબી : ફેન્સિંગ માટે સબસીડીનું ધારા-ધોરણ 10 હેક્ટર જુથ કરવા જિલ્લા ભાજપની રજૂઆત

- text


મોરબી : મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાએ ચીમનભાઈ સાપરીયા, માનનીય કૃષીમંત્રીશ્રી, ગુજરાત સરકારને રજૂઆત કરી હતી કે ખેતીની જમીનમાં પશુઓના રંજાડથી મોલને બચાવા માટે રાજ્ય સરકાર દ્વારા ફેન્સિંગ માટે સબસીડી મેળવવા માટે ઓછામાં ઓછી 30 હેક્ટર જુથ હોવાનું ધોરણ નક્કી કરવામાં આવેલ હતું જે બદલીને 20 હેક્ટર કરવામાં આવેલ છે. જે સરકારશ્રીનું આવકાર્ય પગલું છે. પરંતુ જે નાના 10 થી 15 વિઘાના ખેડૂતો છે તેઓ લાભ લઈ શકતા નથી. તો ધારા-ધોરણ ઘટાડીને 10 હેક્ટર જુથ કરવી જરૂરી છે. તો અમારી માંગણી છે કે વધુમાં વધુ નાના ખેડૂતો લાભ લઈ શકે માટે આ માંગણી સ્વીકારવા અને આ બાબતે યોગ્ય કરવાની રજૂઆત કરવામાં આવી હતી.

- text

- text