મીતાણામાં વીજળી પડતા ભરવાડ યુવાનનું મોત

- text


ચાલુ વરસાદમાં ડેમી-1 ડેમમાં પાણી જોવા ગયા અને મોત મળ્યું : એક યુવાન ઇજાગ્રસ્ત

મોરબી : આજે સવારે ટંકારા તાલુકાના મીતાણા ગામે ડેમનું પાણી જોવા ગયેલા બે યુવાનો પર વીજળી પડતા એક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું જયારે બીજા યુવાનને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો છે.
જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ટંકારા તાલુકાના મીતાણા ગમે આજે સવારે ડેમી-1 માં પાણી જોવા ગયેલા લીલાભાઈ ભુરાભાઈ ખાટરીયા ઉ.26 તથા ભીખાભાઇ હકાભાઈ બામ્ભવા ઉપર વીજળી પડતા લીલાભાઈ નું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું જયારે વીજળી પડતા ગંભીર રૂપે દાઝી ગયેલા ભીખાભાઈને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

- text

- text