ટંકાર : 24 કલાકમાં દે..ધના..ધન ૧૫ ઈંચ વરસાદ : મેઘરાજાને ખમૈયા કરવા આજીજીઓ

- text


ટંકારા : ગઈકાલ સાંજથી શરૂ થયેલા વરસાદથી ટંકારા પાણીમાં ગરકાવ થતું જાય છે. જેથી નાના ખીજડિયા, સાવડી, ખાખરા, લક્ષ્મીનગર, જબલપુર, ઓટાળા, બંગાવડી અને ટંકારમાં ૧૪૦૦થી વધુ લોકોનું સ્થળાંતર કેઈ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

- text

ભારે વરસાદને કારણે ટંકારા પંથકમાં તબાહી મચી જવા પામી છે તેમાં પણ સાંજે પાંચ વાગ્યા પછી મુશળધાર વરસાદ વરસવાનું શરુ થતા આજે સવારે ૮ વાગ્યા સુધીમાં ૧૫ ઈંચ વરસાદ પડતા ટંકારા અને આજુબાજુના ગામોમાંથી ૧૪૦૦થી વધુ લોકોનું સ્થળાંતર કરવું પડ્યું છે.
ગત રાત્રે ટંકારા તાલુકા પંચાયત પાછળના વિસ્તારમાં પાણી ભરાતા મોરબી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા એક દોઢ વર્ષના બાળક, ત્રણ મહિલાઓ અને એક પુરુષ મળી કુલ પાંચ વ્યક્તિને રેસ્કયુ કરવામાં આવ્યા હતા. ટંકારમાં વરસાદે તબાહી મચાવતા જિલ્લા કલેક્ટર આઈ.કે.પટેલે બે વધારાના અધિકારીને ટંકારાનો હવાલો સોંપી પળેપળની પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત ટંકારામાં એનડીઆરએફની બે ટીમ તેમજ રાજકોટ ફાયરબ્રિગેડ અને મોરબી ફાયર બ્રિગેડની ટીમને ખડેપગે રાખવામાં આવી છે.
ટંકારાના ડેમી-૨ ડેમમાં પાણીની પ્રચંડ આવક થતા ડેમના દરવાજા ખોલી નખાયા છે એજ રીતે ટંકારા પંથકમાં આવેલા તમામ જળાશયોમાં પાણીની આવક વધતા નીચાણવાળા વિસ્તારોમાં હજુ પણ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

 

- text