હળવદના બનાવના પગલે વાંકાનેરમાં પણ SRPનો બંદોબસ્ત ગોઠવાયો

વાંકાનેર : હળવદ – ધાંગધ્રા વિસ્તારમાં ગુરુવારની સાંજના સમયે દરબાર અને ભરવાડ સમાજ વચ્ચે થયેલ જૂથ અથડામણ ના પગલે સમગ્ર જીલ્લામાં પોલીસ તંત્ર સાબદું થઈને કડક પગલા ભરી રહ્યું છે.

વાંકાનેર પંથકમાં પણ માલધારી અને દરબાર સમાજની ખાસ્સી વસ્તી હોય ( જોકે બંને કોમ ખુબ જ ધીરજતા થી કામ કરી ને શાંતિ સાથે છે ) જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડે વાંકાનેર શહેર વિસ્તારમાં SRP ની એક કુમક મોકલી આપી છે. જોકે વાંકાનેર શહેર અને પંથકની પ્રજા શાંતિ ના માહોલ જ ઈચ્છતી પ્રજા હોય છતાં સુરક્ષાના પગલાના ભાગ રૂપે અહિયાં શહેર વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવી આપવામાં આવ્યો છે.

પ્રતીકાત્મક ફોટો