મોરબી : જિલ્લા પંચયાત બાંધકામ સમિતિ બેઠકમાં ૩૫ પંચાયત ઘર બાંધવાની મંજુરી

- text


મોરબીમાં જિલ્લા પંચાયતમાં બાંધકામ સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં રૂ.૫.૫ કરોડનાં ખર્ચ જિલ્લામાં ૩૫ પંચાયત ઘર બાંધવાની મંજૂરી આપી હતી.

બાંધકામ સમિતિની બેઠકમાં ચેરમેન રેખાબેન એરવાડીયા, અમુભાઈ હુંબલ, ધર્મેન્દ્રભાઈ એરવાડીયા, મુકેશભાઇ ગામી, બાંધકામ સમિતિનાં ઇન્ચાર્જ કાર્યપાલક સહિતનાં ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં ૧૭ પંચાયતોનાં મકાનો જર્જરિત થઈ ગયા હતા અને બાકીની જ્ગ્યાએ પંચયાત ઘર બનાવવા કામને બહાલી અપાઈ છે. આ પંચાયત મકાનમાં નીચે કચેરીને ઉપ તલાટી માટે ઘર બનાવશે. જ્યારે ભૂર્ગભ ગટરના બગથળાનાં કામને ગ્રાન્ટનાં અભાવે પેન્ડિંગ રખાયું હતું. તેમજ નેકનામમાં પશુ દવાખાનું અને જિલ્લાનાં પાચે તાલુકાનાં રસ્તાનાં કામોની આઇટમોમાં વાર્ષિક ભાવો મંગવવાના ઠરાવો કરાયા હતા. તેમજ ૩૫ પંચાયત ઘર મંજૂર કરાયા છે. તેમાં ભડિયાદનું પંચાયત ઘર રૂ.૧૮ લાખનાં ખર્ચે બનશે. બાકીના ઘર રૂ.૧૪-૧૪ લાખનાં ખર્ચે તૈયાર થશે.

- text

- text