મોરબી : નવા માર્ગ મંજુર કરાવ્યાના ભાજપ કોંગ્રેસનાં એક સાથે દાવા

- text


ધારાસભ્ય અને જિલ્લા પંચાયત પ્રમુખ બંને દ્વારા પોતાના પ્રયાસો થકી રોડના કામોને મંજુરી મળ્યાના દાવા કરાયા

મોરબીમાં વિધાનસભાની ચુટણી નજીક આવતા લોકોના કામ મુદળે જશ ખાટવા ભાજપ કોંગ્રેસે બંને પક્ષ મેદાને પડ્યા છે. અગાઉ એક જ રોડનું બંને પક્ષે ખાતમુહર્ત કર્યા બાદ ફરી રોડના કામો મંજૂર કર્યાના ભાજપ કોંગ્રેસ બંનેએ દાવો કર્યો છે. ધારાસભ્યએ જે જે રોડને મંજૂર કર્યાની પ્રેસ યાદીમાં જણાવ્યુ છે. તે રોડને મંજૂર કરાવ્યાનો જિલ્લા પંચાયત પ્રમુખે પણ દાવો કરતી પ્રેસ યાદી જાહેર કરી છે.
ધારાસભ્ય અમૃતિયાએ પ્રેસ યાદીમાં જણાવ્યુ હતું કે, તેમના પ્રયાસો થકી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે મોરબી તાલુકાનાં જેતપર મચ્છુ વાઘપરને જોડતો રોડ રૂ.૮.૫૦ કરોડનાં ખર્ચે માળીયા(મી) તાલુકાના બોડકી-ખીરસરા ગામને જોડતો માર્ગ રૂ.૨.૩૦કરોડનાં ખર્ચે, માળીયા તાલુકાનાં કાજરડા ગામથી હજીયાસર સુધીનો માર્ગ રૂ.૧.૬૦ કરોડનાં ખર્ચે મોરબી તાલુકાનાં બહાદુરગઢથી સોખડા ગામે રૂ.૯૦ લાખનાં ખર્ચે મંજૂર કર્યો છે. જ્યારે સામા પક્ષે જિલ્લા પંચાયત પ્રમુખ સોનલબેન જ્કાસણીયાએ પણ પ્રેસ યાદીમાં જણાવ્યુ હતું કે, તેમના પ્રયાસો થકી વાઘપર થી જેતપર સુધીનો રોડને નવો બનાવવા સરકારમાં દરખાસ્ત કરીને મંજૂર કરાવ્યો છે. તેમજ બોડકી ખીરસરાને જોડતા માર્ગને પણ મંજૂરી આપવામાં આવી છે. અને કાજરડાથી હજીયાસાર રોડને રૂ.૧.૬૦ કરોડની દરખાસ્ત મંજૂર કરાવ્યો છે. ઉપરાંત નેશનલ હાઇવેથી ગાળા અને શાપર સુધીનાં ૮ કિ.મી રોડને રૂ.૬ કરોડથી વધુ રકમ મજૂરી અર્થે તથા પીપળી રોડને આરસીસી બનાવવા માટે રૂ.૧.૫૦ કરોડની રકમની મંજૂરી અર્થ દરખાસ્ત કરાઇ હોવાનું જણાવ્યુ છે.

- text

- text