વાંકાનેર : પ્રજાપતિ યાત્રીકોનું આપણી સરકાર પાર્ટી દ્વારા સન્માન કરાયું

- text


વાંકાનેર : સૌરાષ્ટ્ર-કચ્છ ઈંટ ઉત્પાદક સંઘ રાજકોટ તેમજ દક્ષપ્રજાપતિ યુવા ગ્રુપ દ્વારા પૂર્વ ભારત ચંપારણ, જગન્નાથપુરી, કલકત્તા, હરિદ્વાર સ્પેશિયલ યાત્રા પ્રવાસ ટ્રેનનું પ્રસ્તાન તા:૧૨/૭/૨૦૧૭ બુધવારના રાત્રે રાજકોટથી કરવામાં આવ્યું. તે ખૂબ ધન્યવાદને કબીલ અને એકતારૂપી થવા “આપણી સરકાર પાર્ટી” મોરબી જિલ્લા કમિટી, વાંકાનેર તાલુકા કમિટી તથા “આપણી સરકાર પાર્ટી” (આ.સ.પા) અગ્રણીઓ દ્વારા યાત્રાની ટ્રેન ને વાંકાનેર ગામે ૧૦ મિનિટ થોભાવા રજુવાત કરી યાત્રા આયોજક અગ્રણીઓનું સન્માન સમારોહ યોજી આ.સ.પા. ના અધ્યક્ષ વિઠ્ઠલભાઈ પ્રજાપતિ , મોરબી જીલ્લા યુવા મોરચા પ્રમુખ મનિષભાઈ વરિયા તથા ઉપપ્રમુખ હાર્દિકભાઈ વરિયા , વાંકાનેર યુવા મોરચા પ્રમુખ જયેશભાઈ વારેવડિયા , રાજકોટ જીલ્લા યુવા મોરચા પ્રમુખ બીપીનભાઈ, તથા પ્રમોદભાઈ કાલરિયા , જયંતિભાઈ વરિયા , ગીરીશભાઈ કાપડિયા, કેતનભાઈ ગોદડકા , યાજ્ઞિકભાઈ કાપડિયા તેમજ આ.સ.પા ના કાર્યકર્તાઓ દ્વારા યાત્રિકોનો ઉત્સાહ વધારી શુભકામના પાઠવી યાત્રિક ટ્રેન ને આગળ વિદાય આપી હતો.

- text

- text