ટંકારા : ૧૧ વર્ષથી માનસિક દિવ્યાગોની સેવાભક્તિથી ઈશ્વર અનુભૂતિનો આનંદ મેળવતો યુવાન

- text


ટંકારા તાલુકાના હરીપર ગામનો પાટીદાર યુવક છેલ્લા ૧૧ વર્ષથી રસ્તે ભટકતા પાગલોની જઠરાગ્ની ઠારવાનું સેવાકાર્ય કરી પરમાત્માને પામ્યાનો આનંદ અનુભવે છે.

- text

જંતુનાશક દવાનો વેપાર કરતો રણજીતભાઈ બેચરભાઈ ડોબરિયા નામનો યુવક છેલ્લા અગિયાર વર્ષથી અવિરત પોતાના ઘરેથી ધંધાનાં સ્થળ સુધીમાં માર્ગમાં આવતા મનોરોગી પાગલ એવા માનસિક દિવ્યાંગ લોકોની સેવા કરવામાં લાગી જાય છે. પોતાના રસ્તે મળતા માનસિક દિવ્યાંગને રણજીત સૌપ્રથમ પાથરણું પાથરી બેસાડી પ્રેમથી જમાડે છે. ઘણીવાર તો રણજીત પોતાના ભાગનું પણ ભોજન માનસિક અસ્થિર લોકોને જમાડી આપે છે. સાથોસાથ પદયાત્રીઓની સેવા કરવાનું પણ રણજીત ક્યારેય ચૂકતો નથી આમ, મક્કમ મનોબળથી રણજીતે પોતાની સેવાભક્તિને અટકાવી નથી. માનવસેવાની આ પ્રવૃત્તિમાં રણજીતનાં પરિવાર ઉપરાંત દોસ્તો સાગર ડોબરિયા, હિતેશ પટેલ પણ સારો સહકાર આપી રહ્યા છે.

 

- text