મોરબી : ધરમપુર ગ્રામપંચાયતના સરપંચ, ઉપસરપંચ સહિતના સભ્યો સસ્પેન્ડ

- text


ગૌચરની જમીન ઉપર થયેલ દબાણ ન હટાવતા જિલ્લા વિકાસ અધિકારી ખટાણા આકરા પાણીએ…

મોરબી તાલુકાના ધરમપુર ગ્રામ પંચાયત ના સરપંચ,ઉપ સરપંચ અને તમામ સાદસ્યોને હોદા પરથી દૂર કરવા જિલ્લા વિકાસ અધિકારી ખટાણાએ હુકમ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના ધરમપુર ગામ માં ગૌચરની જમીન માં 6 શખ્સો દ્વારા 29 વિધા જમીન ઉપર ખેતીલાયક દબાણ કરી નાખતા આ મામલે ગામના જાગૃત નાગરિક ભરતભાઇ માવજીભાઈ માકાસણા એ તાલુકા વિકાસ અધિકારી ને ફરિયાદ કરી હતી અને તાલુકા વિકાસ અધિકારીએ ગ્રામ પંચાયત ને પંચાયત અધિનિયમ 105 અંનવયે દબાણ હટાવવા તાકીદ કરી હતી

પરંતુ પંચાયત દ્વારા દબાણ હટાવવા ને બદલે આ ગૌચર પરનું દબાણ હટાવાય તો નાના ગામમાં વયમનસ્ય ઉભું થાય તેમ હોવાનું બહાનું બતાવી દબાણ હટાવવામાં અસમર્થતા દાખવતો ઠરાવ કર્યો હતો જેને પગલે આ મામલો જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ પહોંચતા જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ.ખટાણાએ પંચાયત અધિનિયમ ની કલમ 57 (૧) મુજબ સુનાવણી યોજી સરપંચ ને બચાવ ની પુરી તક આપી કેસ ચલાવ્યો હતો પરન્તુ ધરમપુર પંચાયત ના હોદેદારો એ રૂબરૂ સુનવણી માં હાજર ન રહેતા અંતે સરપંચ,ઉપસરપંચ અને તમામ સદસ્યો ને હોદા પરથી દૂર કરવા હુકમ કર્યો છે.

- text

વધુમાં જિલ્લા વિકાસ અધિકારી ના આ હુકમ ને પગલે ધરમપુર ગ્રામ પંચાયત ના સરપંચ માનીષાબેન ભાવેશભાઈ મકાસણા, ઉપસરપંચ પ્રાણજીવનભાઈ લાલજીભાઇ મકાસણા, સભ્યોમાં ચંપાબેન ઉપસરિયા,રસિલાબેન સંતોકી,આશાબેન મકાસણા, મહેન્દ્રભાઈ વાલેરા,મનજીભાઈ વઢરેકીયા, અને ભરતકુમાર નાથાલાલ મકાસણા ને હોદા પરથી દૂર કરવા હુકમ કર્યો છે.
આ સંજોગો માં ગામે ગામ જો આવા કડક પગલાં ભરવામાં આવે તો ચોક્ક્સ પણે ગૌચર ખરાબા ના દબાણો ખુલ્લા થઇ શકે તેમ છે.
દરમિયાન ધરમપુર ગ્રામ પંચાયત માં જયારે આ વિવાદિત ઠરાવ થયો ત્યારે હાજર ન રહેનાર એક સભ્ય સસ્પેન્ડ થયા ન હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું.

 

 

- text