મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ધ્રાંગધ્રા તાલુકાનાં ૮ અને હળવદ તાલુકાનાં ૪ રસ્તાઓ મંજુર

- text


૬૪-ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભા વિસ્તારનાં ધારાસભ્યશ્રી તથા રાજ્યનાં પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસનાં મંત્રીશ્રી જયંતીભાઇ કવાડીયા પોતાના મત વિસ્તારનાં વિકાસનાં કામોની સતત ચીંતા કરતાં હોઇ વધુમાં વધુ વિકાસલક્ષી કામો પોતાનાં મત વિસ્તારમાં થાય તેવી મહેચ્છા રાખતા હોય છે. ત્યારે ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભા વિસ્તારનાં પ્રજાજનો માટે વધુ એક ખુશીનાં સમાચાર છે.

- text

ધ્રાંગધ્રા અને હળવદ તાલુકાનાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ધ્રાંગધ્રા તાલુકાનાં કુલ-૮ રસ્તાઓ અને હળવદ તાલકાનાં કુલ-૪ રસ્તાઓને કુલ રૂા.૧૧.૨૫ કરોડનાં નોન પ્લાન રસ્તાઓ મંજુર કરી જોબ નંબર ફાળવવામાં આવેલ છે. તેની ટેન્ડર પ્રક્રિયા ટૂંક સમયમાં કાર્યપાલક ઇજનેરશ્રીની કચેરીથી હાથ ધરવામાં આવશે.

- text