મોરબી : જુગારના ત્રણ સ્થળે દરોડા : પાંચ જુગારી પકડાયા

- text


મોરબીમાં સ્થાનિક પોલીસ સહિત સ્ટેટ વિજીલન્સની ટીમે ગતરાતે જુદી જુદી જગ્યાએ દરોડા પાડ્યા હતા. જેમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા હતા. જો કે લાતી પ્લોટમાં જુગાર ક્લબની ફરીયાદના આધારે દરોડો પાડ્યા બાદ કઇ ન મળતા સ્ટેટ વિજીલન્સની ટીમ ખાલી હાથે પરત ફરી હતી.

- text

મોરબીના લાતી પ્લોટ શેરી નં.૧,૨ની વચ્ચે પ્રિયદર્શન પ્રાણશંકર ઠાકારની માલિકીની બે માળની બિલ્ડીંગમાં જુગાર રમતા હોવાની ફરીયાદને આધારે ગત રાત્રે સ્ટેટ વિજીલન્સ ગાંધીનગરની ટીમે ત્યાં દરોડો પડ્યો હતો. પરંતુ સ્થળની તપાસ દરમિયાન કોઈ જુગાર રમતા ન મળી આવતાં સ્ટેટ વિજીલન્સની ટીમે એ ડિવિઝનમાં નીલ જુગારના દરોડાની નોંધ કરાવીને ખાલી હાથે પાછી ફરી હતી. જ્યારે એ ડિવિઝનની પોલીસે ગતરાત્રે જૂના બસ સ્ટેન્ડ નજીક જાહેરમાં વરલી ફિચરનો જુગાર રમતા ભરત રાનૈયા ઠાકોરને રૂ.૨૯૫૦ની રોકડ રકમ સાથે ઝડપી લીધો હતો. તેમજ જૂના બસ સ્ટેન્ડ નજીક ગેબનશાહપીરની દરગાહ નજીક જાહેરમાં તીનપતી જુગાર રમતા ગિરધારીલાલ ગગનદાસ, સંજય કુંવર, અશોક કાનજી બાલાસરા, હનીફ હારૂનને રૂ.૧૬૦૦૦ની રોકડ સાથે ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text