મોરબી : ગઢવી સમાજનું ગૌરવ

મોરબીમાં ખાણ ખનીજ અધિકારી તરીકે ફરજ બજાવતા આર.એમ. ગઢવી સાહેબની પુત્રી ડૉ. કિંજલે સફળતાપૂર્વક MBBSની પરીક્ષા પાસ કરી ગઢવી સમાજનું અને પરિવારનું નામ રોશન કર્યું છે. ડો. કિંજલ ચાઈના ખાતે આવેલ Qingdao medical university, chinaમાંથી અભ્યાસ કરી સફળતાપૂર્વક MBBS પુર્ણ કર્યું છે. ડૉ કિંજલે ડોકટરની ડીગ્રી મેળવી તે બદલ પપ્પા રાજેશભાઇ, મમ્મી અનિલાબેન, ભાઈ ઋષિ અને હર્ષ તેમજ સમસ્ત પરિવાર દ્રારા ડો. કિંજલને ઉજવળ ભવિષ્ય માટે અને જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી શુભકામનાઓ પાઠવી છે.⁠⁠⁠⁠