વાઇબ્રન્ટ સિરામિક એક્સ્પો ટીમની સફળતા : મોરબીની સિરામિક પ્રોડ્કટને યુરોપીયન સ્ટાન્ડર્ડ સર્ટિફિકેટ પ્રાપ્ત કરવા પોલેન્ડમાં કરાર કરાશે

- text


યુરોપ માર્કેટમા સ્થાન મેળવવા માટે યુરોપીયન સ્ટાન્ડર્ડ સર્ટિફિકેટ પ્રાપ્ત કરવું જરૂરી : યુરોપની માન્ય સંસ્થા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિરામિક એન્ડ બિલ્ડીંગ મેટરિયલ્સ અને મોરબી સિરામિક એસોસિયેશન વચ્ચે વાઈબ્રન્ટ સિરામિક એક્ષ્પો પ્રમોશન માટે ૭ સપ્ટેબરે પોલેન્ડમાં યોજાનાર રોડશો દરમિયાન કરાર કરવામાં આવશે

મોરબી : વાઇબ્રન્ટ સિરામિક 2017ના પ્રમોશન ભાગરૂપે warsaw પોલેન્ડ ખાતે ૭ સપ્ટેમ્બરના રોજ સેન્ટ્રલ યૂરોપ રોડ શોનું આયોજન થવા જઈ રહ્યું છે. જેના આયોજન માટે અને નવેમ્બરમાં ગાંધીનગર ખાતે યોજાનાર વાયબ્રન્ટ સિરામિક એક્ષ્પોમા વધુને વધુ યુરોપીયન સિરામિક વેપારીઓ આવે તે માટે વાઇબ્રન્ટ સિરામિકના સીઇઓ સંદિપ પટેલ અને વિશાલ આચાર્યની પોલીસ ચેમ્બર ઓફ કોમર્સના એમ્બેસેડર શ્રી જેરઝી ડ્રોડ અને ડાયરેક્ટર મારિયા સાથે મંત્રણા યોજાઈ હતી જે મંત્રણાં સફળ રહી હતી.⁠⁠
યુરોપ માર્કેટમા પ્રવેશવાના હેતુથી warsaw, પોલેન્ડમા ઇન્ડિયન સિરામિક માર્કેટ ઉભુ કરવાનો પ્રયત્ન મોરબી સિરામિક એસોસયેશન કરી રહ્યું છે. જેના માટે પોલેન્ડ ખાતેના ભારતીય રાજદૂત શ્રી અજય બિસરિયા સાથે પણ વાઇબ્રન્ટ સિરામિક એક્સ્પો ટીમની મિટિંગ યોજાઈ હતી. જેમાં પણ પોલેન્ડ ખાતેના ભારતીય રાજદૂત શ્રી અજય બિસરિયાએ બધા જ પ્રકારની સહાયની ખાતરી વાઇબ્રન્ટ સિરામિક એક્સ્પોના આયોજક ઓક્ટાગોન કોમ્યુનિકેશનના CEO શ્રી સંદિપ પટેલને આપી છે.⁠ તેમજ સૌથી અગત્યની વાત એ છે કે યુરોપ માર્કેટમા સ્થાન મેળવવા માટે બીજી સૌથી અગત્યની જરૂરિયાત યુરોપીયન સ્ટાન્ડર્ડ સર્ટિફિકેટ પ્રાપ્ત કરવાની છે. તે માટે વાઇબ્રન્ટ સિરામિક ટીમને યુરોપની માન્ય સંસ્થા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિરામિક એન્ડ બિલ્ડીંગ મેટરિયલસને રાજી કરવામા સફળતા મળી છે એને આ સંસ્થા અને મોરબી સિરામિક એસોસિયેશનના કરાર ૭ સપ્ટેમ્બરના રોજ warsaw પોલેન્ડ ખાતે યોજાનાર રોડશો દરમિયાન પોલેન્ડ મીનીસ્ટ્રી અને ઈન્ડિયન એમ્બેસેડરની હાજરીમાં કરવામા આવશે.⁠⁠⁠⁠ આ કરારથી મોરબીના સીરામીક ઉદ્યોગને યુરોપનું માર્કેટ સર કરવામાં ધરી સફળતા મળશે.

 

- text