વાંકાનેર : એક લિંગજી સેના તેમજ સમસ્ત હિન્દૂ સમાજ દ્વારા આનંદપાલ એન્કાઉન્ટર મુદ્દે આવેદનપત્ર અપાયું

- text


હાલ રાજસ્થાનમાં થયેલા આનંદપાલ સિંહ એન્કાઉન્ટરનો મુદ્દો ભારતભરમાં ચર્ચાય રહ્યો છે અને આ એન્કાઉન્ટરના ભારતભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા ત્યારે વાંકાનેર એક લિંગજી સેના તેમજ સમસ્ત હિન્દૂ સમાજ દ્વારા આજે ભારતના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સંબોધીને આવેદનપત્ર વાંકાનેર નાયબ મામલતદાર સાહેબને આપવામાં આવ્યું હતું અને આનંદપાલ સિંહના એન્કાઉન્ટર અંગે વડાપ્રધાન પાસે ૪ માગણીઓ આવેદન પત્રમાં આ મુજબ કરવામાં આવી છે.

- text

(૧) આ એન્કાઉન્ટરની સંપૂર્ણ ઘટનાની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવે. (૨) આનંદપાલ સિંહ માલસરમાં જ્યાં શ્રવણ સિંહના ઘરે રોકાયા હતા તેમનો પરિવાર બે ગુનાહ હોવા છતા તેમના પરિવારના મહિલાઓને પોલીસે બંધક બનાવ્યા છે તેને માનભેર મુકવામાં આવે. (૩)આનંદપાલ સિંહની સરકાર દ્વારા કબ્જે કરેલી સ્થાવર અને જંગમ મિલકતો સરકાર એમને પાછી સોપી દે. અને (૪) આનંદપાલ સિંહના પરિવાર અને સગા સંબંધી પર જે મનઘડંત આરોપ લગાવીને ખોટા કેસો કરવામાં આવ્યા છે તે પોલીસ પાછા ખેંચે. આ ચાર માગણીવાળુ આવેદન પત્ર વાંકાનેર એકલિંગજી સેના તથા સમસ્ત હિન્દૂ સમાજ દ્વારા આજ રોજ આપવામાં આવ્યું હતું

- text