આજથી જયાપાર્વતી વ્રતનો પ્રારંભ : યુવતીઓમાં ઉત્સાહ અને આધ્યાત્મિકતાનું વાતાવરણ

- text


મોરબીના તમામ શિવ મંદિરોમાં યુવતીઓની પૂજા અર્ચનાથી ગૂંજી ઉઠ્યા

મોરબીમાં આજથી તમામ શિવ મંદિરોમાં કુવારી યુવતીઓ ઘરની સુખશાંતિ અને સારો પતિ મેળવવા માટે શિવ પાર્વતીની પાંચ દિવસ પૂજા અર્ચના કરશે. છેલ્લો દિવસ પૂરી રાત જાગરણ કરી ઉજવણું કરશે.
ભારતીય સંસ્કાર અનુસાર આષાઢ માસની અગિયારસથી ગૌરી વ્રત શરૂ થાય છે. જે નાની બાળાઓ આ વ્રત કરે છે. જેમાં પાંચ દિવસ આ બાળાઓ ગૌરીમાંની પૂજા કરી મીઠા વિનાનો ફરાળ કરીને એક ટાઇમ જમીને વ્રત કરે છે અને આ વ્રત પૂર્ણિમાના દિવસે જાગરણ કરીને પૂર્ણ કરવામાં છે. ગૌરી વ્રતના ત્રીજા દિવસે એટલે અષાઢ માસની ચૌદસના દિવસથી જયાપાર્વતી વ્રત શરૂ થઇ છે. જેમાં કુવારી યુવતીઓ સારો પતિ અને સુખ શાંતિ મેળવવા માટે આ વ્રત કરે છે. પાંચ દિવસના વ્રતમાં સવારે શિવ મંદિરે શંકર પાર્વતીનું પૂજા અર્ચના કરીને તેને પ્રસન્ન કરવામાં આવે છે. આ વ્રતમાં પાંચ દિવસ યુવતીઓ મોરો ફરાળ કરીને એક ટાઇમ મીઠા વિનાનું ભોજન લઈને વ્રત કરે છે. આખો દિવસ શિવ પાર્વતીનું મનન કરે છે. વ્રતના છેલ્લા દિવસે એટલે કે, બીજના દિવસે સવારે અને બપોરે ચાર વાગ્યે એમ બે ટાઇમ પૂજા કરવાની હોય છે અને બ્રામ્હણને ભોજન કરાવીને દાન કરવામાં આવે છે. ત્યારબાદ પૂરી રાત જાગરણ કરી યુવતીઓ સાથે મળીને રાસગરબા કરે છે. આમ, જયાપાર્વતીના વ્રત ત્રણ કે પાંચ વર્ષ કર્યા બાદ તેનું ઉજવણું કરવામાં આવે છે. જેમાં સૌભાગ્યવતી મહિલાઓને ભાવતુ ભોજન કરાવીને સૌભાગ્યની વસ્તુઓ આપીને તેના આશીર્વાદ મેળવામાં આવે છે. આમ જયાપાર્વતી વ્રતની પૂર્ણહુતી કરવામાં આવે છે.

- text