જીએસટી વિરોધ અને મુંજવણ વચ્ચે મોરબી જિલ્લાના માર્કેટ યાર્ડ છ દિવસથી બંધ

- text


મોરબી : જીએસટી અમલનાં વિરોધ અને મુંજવણ વચ્ચે મોરબી જિલ્લાના મુખ્ય ત્રણેય માર્કેટ યાર્ડમાં છેલ્લાં છ દિવસથી હરરાજી બંધ છે. જીએસટીની અણસમજના કારણે વેપારીઓ તેમજ કમિશન એજન્ટો દ્વારા હરરાજી બંધ કરવામાં આવી છે. વેપારીઓને માલની ખરાદી અને વેચાણ કેવી રીતે કરવુ તેની મુંઝવણ ક્યારે દૂર કરાશે તે યક્ષ પ્રશ્ન છે ત્યારે મોરબી જિલ્લામાં લાખો રૂપિયાના ટર્નઓવર અટકી ગયા છે. મોરબી, વાંકાનેર તથા હળવદમાં આવેલા માર્કેટ યાર્ડ જીએસટીનાં અમલ સાથે વિરોધ અને અસમંજસ વચ્ચે બંધ છે⁠⁠⁠⁠. એક અંદાજ મુજબ મોરબી જિલ્લાના ત્રણેય માર્કેટિંગ યાર્ડ બંધ રહેવાથી માર્કેટિંગ યાર્ડઓમાં માલના ભરવાની સાથે દરરોજનું 40 લાખ રૂપિયાનું ટર્નઓવર અટકી ગયું છે. અને છ દિવસમાં કરોડો રૂપિયાની નુકસાની થઇ છે.

- text