મોરબી : શાળાઓમાં નિયમો નેવે મૂકી થતી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા શિક્ષણમંત્રીને રજૂઆત

- text


મોરબીના જાગૃત નાગરિક રાકેશભાઈ ઠક્કરે શિક્ષણમંત્રીને પત્ર પાઠવી જણાવ્યું છે કે, શહેરની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ખાનગી શાળાઓમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીને ફરજીયાત ટ્યુશન લાદવામાં આવી રહ્યા છે. આ અંગે શાળાના સંચાલકો જાણતા હોવા છતાં કોઈ પગલા લેવામાં આવતા નથી. ફરજીયાત ટ્યુશનમાં બોલાવી તગડી ફી વસુલ કરાય છે . ખાનગી શાળામાં શિક્ષકો યોગ્ય લાયકાત ધરાવતા નથી, સરકાર દ્વારા ખાનગી શાળાના ફી નિર્ધારણ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જે પ્રસંશનીય છે પરંતુ મોરબીની શાળાઓ દ્વારા ફી ઘટાડવામાં આવી નથી. તેમજ ખાનગી શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ફરજીયાત ટ્યુશનથી આર્થિક શોષણ કરવામાં આવી રહ્યું છે જે બાબતે યોગ્ય પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.

- text

- text