ભારે વરસાદથી અસરગ્રસ્ત હડમતિયાની મુલાકાત લેતા ધારાસભ્ય મેતલિયા

- text


ટંકારા તાલુકાના હડમતિયા (પાલણપીર) ગામમાં પડેલ ૧૨ ઈંચ જેટલા ભારે વરસાદથી ખાનાખરાબીનો તાગ મેળવવા ટંકારા-પડધરી મત વિસ્તારના ધારાસભ્ય બાવનજીભાઈ મેતલિયા સાહેબ, પ્રભુભાઈ કામરીયા અે અસરગ્રસ્ત ખેડુતો તેમજ ગ્રામજનોની મુલાકાત લઈ નુકશાનીનો તાગ જાણ્યો હતો. તેમજ ગામના વિજળી, પાણી, ઉજ્જવલા યોજના તળે મળતા ગેશ સિલિન્ડર, અેન.અેફ.અેસ.અે. ( નેશનલ ફ્રુડ સિક્યોરીટી અેક્ટ ) હેઠળ મળતા રાશન વિશેના પ્રશ્નોના જવાબ પણ ગ્રામજનોને ધારાસભ્યશ્રીઅે આપ્યા હતા. વધુમાં ગામની ભાગોળે ધમધમતી બિનખેતી વગરની પ્રદૂષણ અોકતી સાબુની ફેક્ટરી બંધ કરાવવા ટંકારા મામલતદારશ્રીને લેખીત અરજી આપેલ તેની નકલ (આેસી) પણ ધારાસભ્યશ્રીને આપી હતી અને જેમ બને તેમ સાબુની ફેક્ટરી બંધ કરાવવા આજુબાજુના ખેડૂતોઅે જણાવેલ. આ મુલાકાત સમયે ગામના સરપંચશ્રી ચાવડા રાજાભાઈ માલાભાઈ, ઉપસરપંચશ્રી ધ્રુવભાઈ કામરીયા, માજી સરપંચશ્રી વિનુભાઈ સગર, સેવા સહકારી મંડળીના પ્રમુખ ડાકા ટપુભાઈ દેવાભાઈ, માધ્યમિકશાળાના ટ્રસ્ટી પ્રમુખ લખમણભાઈ સિણોજીયા તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

- text

 

- text