GSTને પગલે મોરબીમાં ટ્રાન્સપોર્ટરો દ્વારા બુકિંગ બંધ

- text


ટ્રાન્સપોર્ટ ભાડામાં તોળાતો ભાવ વધારો : બિલીંગમાં ધંધાને કારણે ઓવરલોડીંગ બંધ થવાથી ટ્રાન્સપોર્ટને મોટો ફટકો પાડવાની શક્યતા

મોરબી : આગામી તા.૧ જુલાઈથી જીએસટી અમલમાં આવી રહ્યો હોવાથી મોરબી સહીત સૌરાષ્ટ્રભરમાં ટ્રાન્સપોર્ટરો દ્વારા માલ પરિવહન કરવાનું બુકિંગ બંધ કરી દીધું છે. જેને કારણે મોટા ભાગના ઉદ્યોગધંધા ઠપ્પ થઇ જવા પામ્યા હોવાનું જાણવા મળ્યું છે. જાણવા મળતી વિગતો મુજબ ઘડીયાલ અને સિરામિક ઉદ્યોગને કારણે મોરબીમાં ટ્રાન્સપોર્ટનો ધંધો ખુબ વિકાસ પામ્યો છે. અને નાના-મોટા તમામ ઉદ્યોગ માટે ટ્રાન્સપોર્ટ ધોરીનસ સમાન છે. ત્યારે જીએસટીના આગમન પૂર્વે તમામ ટ્રાન્સપોર્ટરોએ હાલમાં માલનું પરિવહન અટકાવી દીધું છે. જેની પાછળનું મુખ્ય કારણ ઓવરલોડીંગ છે. ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ જીએસટી આવ્યા બાદ બધો ધંધો બિલીંગમાં જ થવાનો હોવાથી ટ્રાન્સપોર્ટમાં અત્યાર સુધી ચાલતું ઓવરલોડીંગ બંધ થશે. વધુમાં જીએસટી આવતા પૂર્વે છેલ્લા બે દિવસથી ટ્રાન્સપોર્ટ ઓફિસો દ્વારા માલ બુકિંગ લેવાનું બંધ કરવું પડ્યું છે કારણકે ટ્રક લોડીંગ થયા બાદ નિયત સ્થળે પહોચતા ચાર કે પાંચ દિવસ લાગે તેમ હોય જીએસટીના અમલથી રસ્તામાં જ લોડીંગ કરતી ગાડી અટકાવી ચેક કરવામાં આવે તો પરેશાની થાય તેમ હોવાથી ટ્રાન્સપોર્ટના ધંધાર્થીઓએ અગમચેત રૂપે પોતાની ઓફિસો પરથી બુકિંગ બંધ કરી દીધું છે.
ઉલ્લેખનીય છેકે મોટાભાગના ટ્રાન્સપોર્ટરોએ પોતાની લાગતી વળગતી પેઢીઓને તા. ૨૫ મી બાદ બુકિંગ લેવામાં નહી આવે તેવો મેસેજ પણ પાઠવી દીધા હતા.અને ૨૭મીથી તો સદંતર પણે લોકલ અને આંતર રાજ્ય માલ પરિવહન કરવા માટે માલ સ્વીકારવાનું બંધ કરી દેવામાં આવ્યું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
જયારે બીજી બાજુ GSTના આગમનથી ટ્રાન્સપોર્ટ માટે ટ્રક ભાડામાં વધારો થવાની પણ પુરી શક્યતા છે. ટ્રાન્સપોર્ટર સુત્રો માંથી જાણવા મળતી વિગતો મુજબ જીએસટી કાયદાનાં અમલના પગલે મોટાભાગનાં વ્યવહારો બિલીંગમાં થનાર હોવાથી ટ્રકમાં ઓવરલોડીંગ માલ ભરવામાં મુશ્કેલીઓ થશે. જેને પગલે કોઈ પણ ટ્રાન્સપોર્ટર જોખમ ઉઠાવવા માંગતા નથી. ઉપરાંત ઓવરલોડિંગ વગર ધંધો ચલાવવા મુશકેલ હોવાનું જણાવી ટ્રાન્સપોર્ટરોએ ટ્રક સમય મુજબ ટ્રાન્સપોર્ટ ભાડામાં વધારા કરવામાં આવે તેવી પણ પુરી શક્યતા છે.

- text

 

- text