મોરબી જિલ્લા ક્રાઇમ અપડેટ (29-06-17)

હળવદ : હુમલો

હળવદ પો.સ્ટે. ફસ્ટમાં સુરેશભાઈ ગણેશભાઈ કણજરીયા ઉ.વ.૩૨ રહે.ચંન્દ્રગઢ (લીલાપુર) તા.હળવદ વાળાએ ફરિયાદ નોંધાવી હતી કે આરોપીઓ (૧) ગફુલભાઈ કાનાભાઈ રજપુત (૨) મુન્નાભાઈ ગફુલભાઈ રજપુત (૩) નારસીંગભાઈ કાનાભાઈ (૪) તથા તેનો દિકરો જેનુ નામ આવડતુ નથી રહે.બધા સુખપર તા.હળવદ આ કામના આરોપીઓએ લુખપર ગામની સીમમાં ફરીને તારે આ રસ્તેથી ચાલવાનુ નથી તેમ કહિ ભુંડા બોલી ગાળો દઈ ફરીને કોદાળીથી ડાબા હાથે તથા પથ્થરથી તેમજ બટકુ ભરી ઢીકા પાટુનો મારમારી એક બીજાને મદદગારી કરી શ્રી જીલ્લા મેજી.સા. મોરબીના હથીયાર બંધીના જાહેર નામાનો ભંગ કરતા ગુન્હો કર્યા બાબતની ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એમ.આર. ડાંગર પો.હેડ કોન્સ. હળવદએ હાથ ધરી છે.

સરવડ : તરૂણીનું દાઝી જતા સારવારમાં મુત્યુ
માળીયા મીયાણા પો.સ્ટે.માં નોંધાયેલી વિગત મુજબ સરવડ ગામે રહેતા સમીરાબેન હાજીભાઇ પલેજા ઉ.વ-૧૫ પોતાના ઘરે રસોઇ બનાવતા દાજી જતા પ્રથમ સારવાર મોરબી સ.હો મા લઇ વધુ સારવાર રાજકોટ સ.હોમાં લઇ ગઇ તા.૨૬/૦૬/૧૭ ના રોજ ક્રીષ્ના હોસ્પી.મોરબીમાં સારવારમાં દાખલ થયેલ જેનુ સારવાર દરમ્યાન તા.૨૭/૦૬/૧૭ ના કલાક:-૧૨/૦૦ વાગ્યે મરણ ગયેલનુ ડૉ.શ્રી એ જાહેર કરેલ. બનાવની વધુ તપાસ એફ.આઇ. સુમરા
પો.હેડ.કોન્સ માળીયા મી.એ હાથ ધરી છે.