મોરબી જિલ્લામાં ધીમીધારે મેઘમહેર : હળવદમાં 33મીમી

- text


ટંકારામાં 17મીમી : વાંકાનેરમાં 10મીમી વરસાદ નોંધાયો : ગ્રામ્ય વિસ્તારોમાં સારા વરસાદના વાવડ

મોરબી : મોરબી જિલ્લામાં મંગળવારે મેઘરાજાની શરુ થયેલી સવારી બુધવારે પણ ફરીથી શરુ થઈ હતી. મોરબી જિલ્લામાં ધીમીધારે નેઘરાજાએ પોતાનું હેત વરસવાનું શરુ કરતા ધરતી પુત્રો સહીતના લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. અત્યાર સુધી કોરા ધાકડ રહેલા હળવદમાં આજે મેઘરાજાએ 33મીમી સુધી પાણી વર્ષાવ્યું હતું. જયારે ટંકારામાં17મીમી અને વાંકાનેરમાં 10મીમી વરસાદ નોંધાયો હતો. જોકે મોરબી શહેરમાં માત્ર 5મીમી જ વરસાદ નોંધાયો હતો. આ આંકડા સરકારી ચોપડા મુજબના છે. જયારે સૂત્રો માંથી મળતી વિગત મુજબ ગ્રામ્ય વિસ્તારમાં સારો એવો વરસાદ પડ્યો છે.

- text