મોરબી : જીએસટી આંતક નહિ આનંદ : સીએ જીનેશ શાહ

જીએસટી કાયદાએ નાના-મોટાનો ભેદભાવ મિટાવ્યો : કાયદા તળે તમામને એક સરખો ટેક્સ

મોરબી ખાતે વોલ ક્લોક અને ગિફ્ટ આર્ટિકલ મેન્યુ. એસોસિએશન દ્વારા યોજાયેલા જીએસટી કાયદા અંગેના સેમિનારમાં અમદાવાદના શાહ અને ટીલાણી એસોશિએટના સીએ દ્વારા કાયદાની સરળ સમજ આપી ઘડિયાળ અને ગિફ્ટ આર્ટિકલના ઉત્પાદકોને કાયદાથી ડરવાની બદલે બધા માટે સમાન એવા જીએસટી કાયદાનો લાભ લેવા જણાવી આ કાયદો આંતક નહિ આંનદ હોવાનું જણાવ્યું હતું.
મોરબીના હરભોલે હોલ ખાતે યોજાયેલ જીએસટી અંગેના સેમિનારમાં ઉદ્યોગકારોને જીએસટી કાયદાની ખુબજ સરળ ભાષામાં સમજ આપતા શાહ ટીલાણી એસોસીએટના જીનેસ શાહે જણાવ્યું હતું કે, આપણા દરેકના કારખાનામાં એક એવી જવાબદાર વ્યક્તિ હોય છે કે જેના વગર ચાલી શકતું નથી અને ક્યારેક આવી વ્યક્તિ કોઈપણ કારણોસર જાય તો એકાદ બે માસ તકલીફ પડે અને ફરી પાછું રૂટીન મુજબ ચાલવા લાગે છે જીએસટીનું પણ એવું છે કાયદો નવો છે એટલે એક બે મહિના તકલીફ પડશે પછી બધુ બરાબર ચાલશે. વધુમાં તેમણે કહ્યું હતું કે, જીએસટી ઉદ્યોગકારો, વેપારીઓ માટે સમાનતા લાવ્યું છે કોઈ નાનો કે મોટો નહિ બધા માટે સમાન ટેક્સ માળખું, આ ઉપરાંત તેમણે ટર્નંઓવર વધવાથી ડરવાની બદલે ટેક્સ ચૂકવી વધુ વિશાળ ધંધાની તક ઝડવાનું પણ ઉત્પાદકો,વેપારીઓને આહવાહન કર્યું હતું. આ તકે શાહ એન્ડ ટીલાણી એસોસિએટના જીતેન્દ્રભાઈ ટીલાણીએ પણ ઉપસ્થિત ઉત્પાદકો, વેપારીઓને કાયદા અંગે અનેક સચોટ ઉદાહરણ સાથે માહિતી પુરી પડી હતી. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે જીએસટી સંપૂર્ણપણે પારદર્શક અને ટેક્નોલોજી આધારિત છે ટેક્સના ત્રણ માળખાની પણ સરળ સમજ આપી સપ્લાય કરો એટલે જીએસટી લાગે તેનું સરળ ઉદાહરણ આપ્યું હતું. આજના આ સેમીનાર માં વોલ ક્લોક એન્ડ ગિફ્ટ આર્ટિકલ મેન્યુ.એસો.ના પ્રમુખ સંજય રાજા,રાધિકા ટાઇમ્સ વાળા શૈલેશભાઈ,ભવાની ટાઇમ્સના વિજયભાઈ,પૃથ્વીભાઈ,વિમલભાઈ તેમેજ બિપિન વ્યાસ ઉપરાંત ટ્રાન્સપોર્ટ એસો.માંથી ભારત ટ્રાન્સપોર્ટના મુન્નાભાઈ,સીતારામ ટ્રાન્સપોર્ટવાળા નરવિનસિંહ તથા વિરુભાઈ,શક્તિ ટ્રાન્સપોર્ટના રાજદીપસિંહ,મહાવીર ટ્રાન્સપોર્ટના કલ્પેશભાઈ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા સેમિનાર નો આર્થિક સહયોગ અંજલિ ક્વાર્ટસ વાળા મહેશભાઈ સેજપાલ તરફથી મળ્યો હતો.