માળિયા મી. : ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓનું ધોરણ ૧૦નુ અટકેલું પરિણામ તાત્કાલિક જાહેર કરવા શિક્ષણમંત્રીને રજૂઆત

- text


મોરબી જિલ્લાનાં માળિયા મી. તાલુકાનું વિદ્યાર્થીઓનાં ધોરણ ૧૦નુ પરિણામ તાત્કાલિક આપવા અંગે કોંગ્રેસનાં કારોબારી અધ્યક્ષ કિશોરકુમાર ચીખલીયાએ શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને લેખિત અરજી કરતા જણાવ્યું છે કે, તાજેતરમાં ધોરણ ૧૦નુ પરિણામ આવ્યું તેમાં મોરબી જિલ્લાનાં માળિયા મી. તાલુકાનાં ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓનાં પરિણામ શંકાસ્પદ લાગતા અટકાવી દેવામાં આવ્યા છે. ત્યારબાદ હોબાળો મચી જતા વાલીઓને ગાંધીનગર પણ બોલાવવામાં આવ્યા હતા અને ૨૭ જુનનાં રોજ પરિણામ જાહેર કરવાના હતા પરંતુ હજુ સુધી પરિણામ જાહેર ન થતા વાલી અને વિદ્યાર્થી મુંજવણમાં છે. મોરબીનાં શિક્ષણવિભાગનાં અધિકારીઓ નરેદ્દ્ર મોદીનાં કાર્યક્રમમાં વ્યસ્ત હોય ઉચિત જવાબ મળતો નથી. ૩૦ જુન પછી સંપર્ક કરવા જણાવે છે ત્યારે વિદ્યાર્થીઓનું ભાવી અંધકારમય થવા જઈ રહ્યું છે. જે વિદ્યાર્થીઓએ પરિક્ષામાં ભૂલ કરી હોય તેમને સજા મળવી જોય. બાકીનાં વિદ્યાર્થીઓની પરિણામ અટકાવું યોગ્ય નથી. સમયસર પરિણામ ન મળતા વિદ્યાર્થીઓને આગળ અભ્યાસમાં એડમિશન મળશે નહીં અને તેમનું એક વર્ષ બગડશે આથી માળિયા મી. તાલુકાનાં વિદ્યાર્થીઓનું બાકી પરિણામ જાહેર થાય તેવો અનુરોધ કિશોરભાઈ ચીખલીયાએ કર્યો છે.

- text

 

- text