મોરબીના ફર્નિચરના વેપારીઓએ GSTના દર ઘટાડવા કલેક્ટરને રજૂઆત

ફર્નિચર ઉપર લગાવેલ ૨૮% ટેકસ ઘટાડવા તથા તેના કડક નિયમોને સરળ કરવા આવેદન આપ્યું

મોરબીમાં ફર્નિચર એસોસિએશન દ્વારાજિલ્લા કલેકટરને આવેદન આપી GSTના દર ઘટાડવા તથા GSTના કડક નિયમો સરળ કરવા બાબતે આવેદન પાઠવામાં આવ્યું હતું. જેમાં મોરબીના વેપારીઓએ રજૂઆત કરી હતી કે ફર્નિચર પ્રોડકટ ઉપર 28% ટેકસ નક્કી કરવામાં આવેલ છે. જે ફર્નિચર ઉધોગ માટે કમરતોડ સાબિત થવાની શક્યતા છે. માટે ફર્નિચર પરનો GST દર ઘટાડવા તેમજ તેના આમનાવીય કડકાઇ ભરેલ જોગવાઇઓ જનહિતમાં સુધારવા રજૂઆત કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે GSTના ટેકસ ઘટાડવા અને અમાનવીય કાયદાકીય જોગવાઈ જનહિતમાં સુધારવા મોરબી જિલ્લા ફર્નિચર એસોસિયેશન તેમજ ગુજરાત ફર્નિચર આસોસિયેશનના તમામ નાના મોટા વેપારીઓ, ઉદ્યોગો, રિટેઈલર, હોલસેલર, ટ્રેડર્સ, ઇમપોરટેડ, સર્વોએ વિરોધ પ્રદર્શન કરવા તા.19જૂન અને 26જૂને સજ્જડ બંધ પાડેલ હતો.