મોરબી : 36 બોટલ વિદેશી દારૂ સહિત 60 હજારથી વધુના મુદામાલ સાથે બુટલેગર ઝડપાયા

- text


મોરબી : 36 બોટલ વિદેશી દારૂ સહિત 60 હજારથી વધુના મુદામાલ સાથે બુટલેગર ઝડપાયા

- text

મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે દારૂની હેરફેર થવાની હોવાની બાતમીના આધારે એ-ડિવિઝન પી.આઈ.વિજય ઓડેદરા, ભાનુભાઈ બાલસરા, ભરત ખાભલા સહિતનો સ્ટાફએ રાત્રે દરોડો પાડતા હીરો પુનાભાઈ ખીટ, પ્રભુ ઉર્ફે મનોજ પ્રતાપભાઈ નટ રહે. બંને રાપર, મિત વિજય ચૌહણ અને તોફિક પીજારા રહે બંને મોરબી સહિત 4 આરોપીને 36 બોટલ વિદેશી દારૂ, રીક્ષા સહિત રૂપિયા 60 હજારથી વધુના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જેમાં પ્રાથમિક તપાસમાં કચ્છના બંને શખ્સો દારૂ ડિલિવરી કરવા આવ્યા હતા. પોલીસે કેટલા સમયથી દારૂ અહીં આવતો ક્યાંથી આવતો તેની વધુ તપાસ ચલાવી રહી છે.

- text