મોરબી : પ્રાયમસની ઝાળે દાઝેલી યુવતીનું મોત

દૂધ ગરમ કરતા દાઝેલી યુવતીનું રાજકોટમાં સારવાર દરમિયાન મૃત્યુ

મોરબીના લખધીરપુર રોડ પર આવેલ સિરામિક ફેક્ટરીમાં રહેતા શ્રમિક પરિવારની યુવતીનું પ્રાયમસની ઝાળથી દાઝી જતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. મોરબીના લખધીરપુર રોડ પર આવેલી એલિકા સિરામિકના સ્ટાફ ક્વાટર્સમાં રહેતી નેહાબેન પિન્ટુભાઈ સીસોદીયા નામની યુવતી ગત તારીખ ૨૨ના રોજ દૂધ ગરમ કરતી વેળાએ દાઝી જતા પ્રથમ મોરબી ખાતે અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી. જ્યાં આજે વહેલી સવારે સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજતાં મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


⁠⁠⁠⁠