મોરબી : ઘડિયાળ ઉદ્યોગકારો માટે આવતીકાલે જીએસટી વિશે સેમિનાર

અમદાવાદની શાહ-ટીલાણી કંપનીના તજજ્ઞો ઉદ્યોગકારોને જીએસટી કાયદાની સરળ સમજ આપશે

મોરબીના વોલ ક્લોક એન્ડ ગિફ્ટ આર્ટિકલ મેન્યુફેક્ચરર એસોસિએશન દ્વારા આવતીકાલે ઉધોગકારોને જીએસટી કાયદાની સરળ સમજ આપવા માટે ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી અપડેટને પ્રાપ્ત મુજબ મોરબીના ઘડિયાળ ઉત્પાદકો અને ગિફ્ટ આર્ટિકલની ચીજ વસ્તુ બનાવતા ઉદ્યોગકારો માટે આવતીકાલે મોરબીના હરભોલે હોલ, સત્યમ પાન વાળી શેરી, સનાળા રોડ ખાતે જીએસટી કાયદાની સરળ સાંજ આપવા માટે ખાસ સેમિનારનું આયોજન કરાયું છે. આ સેમિનારમાં અમદાવાદની શાહ-ટીલાણી એન્ડ કંપનીના કાયદા તજજ્ઞો દ્વારા ઉદ્યોગકારોને સરળ સમજણ આપવામાં આવશે. જેથી વોલકલોક અને ગિફ્ટ આર્ટિકલ મેન્યુફેક્ચરિંગ સાથે જોડાયેલા તમામ ઉદ્યોગકારોએ આ સેમિનારનો લાભ લેવા વોલ કલોક એન્ડ ગિફ્ટ આર્ટીકલ મેન્યુફેક્ચરર એસોસિએશન દ્વારા એક યાદીમાં જણાવાયું છે