મોરબી : દશનામ ગોસ્વામી સમાજ દ્વારા જુલાઈમાં સન્માન સમારોહનું આયોજન

મોરબી : દશનામ ગોસ્વામી સમાજ મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબી દશનામ ગોસ્વામી સમાજના કે.જી થી કોલેજ સુધીના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ તા.૧૬ જુલાઇ રવિવારે સાંજે ૪થી૮ વાગ્યા દરમિયાન ગોસ્વામી સમાજની વાડી લીલાપર રોડ ખાતે યોજાશે. સમાજના વિદ્યાર્થીઓએ માર્કશીટની નકલ તા.૯ જુલાઇ સુધીમાં એડ્વોકેટ કમલેશભાઈ ગોસ્વામી, સૂર્યોદય કોમ્પ્લેક્સ દુકાનનં. ૬૩ પરાબજાર ખાતે અથવા કારોબારી સભ્યને વહેલી તકે પહોચાડવા વિનંતી છે. વધુ વિગત માટે પ્રમુખ ગુલાબગીરી મો.૯૬૬૨૧૯૭૮૮૩, ઉપપ્રમુખ હંસગરભાઈ મો.૯૦૯૯૫૬૭૦૦૧નો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે. આ સમારોહમાં સરકારી તેમજ વિવિધ ક્ષેત્રમાં સારું પદ શોભાવનાર અને સમાજમાં નવા આવેલ જ્ઞાતિ બંધુનું પણ સન્માન કરવામાં આવશે.⁠⁠⁠⁠