ટંકારા : જુમાં મસ્જિદ ખાતે ઈફ્તાર પાર્ટીનું આયોજન કરાયું

ટંકારાની જુમાં મસ્જિદ ખાતે 27 માં હરણી રોજાની ઈફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યુ હતું. મુસ્લીમ સમાજમાં રમજાન માસનું ખૂબ મહત્વ હોય છે તેમા પણ રોજામાં સૌથી મોટુ પાક 27મું હરણી રોજુ ખુબજ મહત્વ આપવામાં આવે છે. જેનું ટંકારામાં આ પ્રસંગે ઈફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, અને આ ભવ્ય ઉજવણી ટંકારા ના માજી સરપંચ ઈબ્રાહીમ ઈસાભાઈ અબ્રાણી તરફથી કરવામાં આવી હતી. જેમાં સાત જાત ની વાનગીઓ બનાવામાં આવી હતી. આ વાનગી બનાવવા માટે વાંકાનેરના સ્પેશિયલ (ભઠિયારા) રસોઈ માટે બોલાવાયા હતા અને ઈફ્તાર પાર્ટી નો મોટી સંખ્યામાં રોજેદારો એ લાભ લીધો હતો. અને ઉજવણીના અંતમાં સમગ્ર મુસ્લિમ સમાજે ટંકારા ગામના તમામ લોકો માટે અલ્લાહ પાસે દુવા કરવામાં આવી હતી.